- નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ કારોનાનું કેન્દ્ર બન્યું હતું
- તિજોરી ભરવા બેરોજગાર લોકોને ન લૂંટો: શંકરસિંહ વાઘેલા
- શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કર્યા પ્રહારો, શુ કોરોના પછી ચૂંટણીઓ ન યોજી શકાય ?
- મોટેરા સ્ટેડિયમ કોરોનાનું કેન્દ્ર બન્યું, લોકો એકત્ર થતાં કોરોના ફેલાય છે
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 1565 નવા કેસ
અમદાવાદ: કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેને લઇને સરકાર પણ સતર્ક થઇ છે અને વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશ કરી રહી છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભાજપને કોરોના કરતા ચૂંટણીની વધુ ચિંતા છે, કોરોના બાદ ચૂંટણી યોજી ના શકાય ?
ભાજપને કોરોના કરતાં ચૂંટણીની વધારે ચિંતાઃ શંકરસિંહ વાઘેલા શંકરસિંહે જણાવ્યું હતુ કે, સ્ટેડિયમમાં લાખો લોકોના ટોળાને ભેગા કરવા સરકારે જ નિર્ણય કર્યો
શંકરસિંહે જણાવ્યું હતુ કે, સ્ટેડિયમમાં લાખો લોકોના ટોળાને ભેગા કરવા સરકારે જ નિર્ણય કર્યો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ કારોનાનું કેન્દ્ર બન્યું હતું. આ વખતે પણ મેચ કોરોનાનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં 4 કરોડ ભારતીય લોકોને જ વેક્સિન આપવામાં આવી, જ્યારે વિદેશમાં 6 કરોડ વેક્સિન મોકલવામાં આવી છે. ભારતના 3.2 કરોડ મધ્યમ વર્ગીય પરિવારના લોકો ગરીબી રેખાની નીચે છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ લોકોએ નોકરી ગુમાવી દીધી છે. માસ્કના નામે બેરોજગારો પાસેથી દંડ ન વસૂલવો જોઇએ.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા ટ્રાફિક બ્રિગેડની 30 તાલીમાર્થી કોરોનાના ચપેટમાં