- પાર્થિવ દેહને સિદ્ધપુર સરસ્વતી મુક્તિ ધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવશે
- અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન તેમજ રાજકીય નેતાઓ,આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા
- મૃતદેહને તેમના વતન વિસોળ લઈ જવાયો
ન્યૂઝડેસ્ક : આજ રોજ ધારાસભ્ય આશા પટેલની અંતિમયાત્રા(Funeral of MLA Asha Patel) ઊંઝા APMCથી વિસોળ ગામ સુધી અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે કાઢવામાં આવી છે. જે અંતિમયાત્રમાં મુખ્યપ્રધાન, તેમજ રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા(Political leaders attended the funeral) હતા. તેમના પાર્થિવ દેહને આજે સિદ્ધપુરનાં સરસ્વતી મુક્તિ ધામમાં અગ્નિદાહ આપવામાં આવશે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવાામાં આવી છે. તેમજ આજે ઊંઝા APMCમાં એક દિવસ માટે શોક પાળવામાં આવ્યો છે જેનાં પગલે APMC આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવશે.
અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં
મહેસાણાના ઊંઝાના ભાજપનાં 44 વર્ષના ધારાસભ્ય આશા પટેલને ડેન્ગ્યુ થતા (BJP MLA Asha Patel gets dengue ) બે દિવસથી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં (BJP MLA in Ahmedabad Hospital) દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં આજે તેમનું અવસાન થયું છે. આશા બહેનને ડેન્ગ્યુ થતા તેમને પહેલા મહેસાણા અને પછી અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં બે દિવસની સારવાર દરમ્યાન સૌથી પહેલાં તેમનું લિવર ફેઇલ થયું ત્યારબાદ ધીમેધીમે કિડની, ફેફસાં જેવા અંગો કામ કરતા બંધ થયા હતાં.
આશા બહેનનો મૃતદેહ ઉંજા લઇ જવાયો
આશા બહેનના અવસાન બાદ પરીવારજનો તેમના મૃતદેહ સાથે બપોરે ઉંજા પહોંચ્યાં હતાં જ્યાં લૌકિક વિધી કર્યા બાદ ઉંજાના માર્કિંગયાર્ડમાં તેમનો મૃતદેહ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભાજપના નેતાએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આજે સવારે પાર્થિવ દેહ સાથે નગરયાત્રા યોજવામાં આવી છે. ત્યાર બાદ આશાબહેનનો પાર્થિવદેહ તેમના વતન વિશોળ ગામે લઇ જવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ તેમના અંતિમ દર્શન કર્યાં હતાં. વતનથી તેમનો મૃતદેહ સિદ્ધપુર ખાતે લઇ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઊંઝા APMC માં સક્રિય હતા આશા પટેલ
આશા પટેલ ભાજપ પક્ષમાંથી ઊંઝાના ધારાસભ્ય હતા. પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆતમાં તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ ઊંઝા APMCના સક્રિય સભ્ય હતા. તેઓ પાટીદાર સમાજના દરેક કાર્યક્રમમાં આગળ પડતો ભાગ ભજવતા હતા.