અમદાવાદઃ આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે પાતળી સરસાઇથી 2017ની વિધાનસભાની ચૂંટણી જીતનાર ભાજપ કેવી રીતે આ વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને સરસાઈ વધારે તે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ જે બેઠકો પર પેટા ચૂંટણીને લઈને નિરિક્ષકો નીમવામાં આવ્યા છે, તે નિરીક્ષકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ અઢી કલાક જેટલી લાંબી ચાલી હતી.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આગામી પેટા ચૂંટણીને લઈને મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક યોજાઇ - મોટા ફેરફાર
ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપ-મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આગામી પેટા ચૂંટણીને લઈને મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક યોજાઇ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓના સમયે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ પણ પણ નવા નિમાયા છે. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ આગામી પેટા ચૂંટણીને લઈને કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવા નેતા હાર્દિક પટેલની પસંદગી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના રાજકારણમાં બંને પક્ષોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.