- અમદાવાદમાં રાણી લક્ષ્મીબાને આપવામાં આવી શ્રદ્ધાજંલી
- 163મી પુણ્યતીથી પર BJPની મહિલા કાર્યકરો લક્ષ્મીબાઈને યાદ કર્યા
- લક્ષ્મીબાઈના જયઘોષ કરતા નારી શક્તિનો ઉદઘોષ કર્યો હતો
અમદાવાદ: રાણી લક્ષ્મીબાઈના પતિનું અવસાન થતા તેમને એક પુત્ર દત્તક લીધો હતો. પરંતુ તે સમયના ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ શાસન વિસ્તારવાની દ્રષ્ટિથી 'ખાલસા નીતિ' અમલમાં મૂકી, જે અંતર્ગત જે રાજાને પોતાનો પુત્ર ન હોય તેનું શાસન અને રાજ્ય અંગ્રેજો પોતાના હાથમાં લેશે. પરંતુ સ્વભાવથી જ સ્વતંત્રતાના પર્યાય એવા રાણી લક્ષ્મીબાઈને આ કાયદો મંજૂર ન હતો. આથી તેમણે 1857ના સંગ્રામમાં ઝંપલાવ્યું. તેઓ ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામના એકમાત્ર સ્ત્રી અગ્રણી બન્યા. અંગ્રેજો સામે લડતા-લડતા તેઓ વીરગતિ પામ્યા.
રાણી લક્ષ્મીબાઈની 163મી પુણ્યતિથિ
ભારતના ઇતિહાસમાં એક સ્ત્રી શાસનકર્તા અને પોતાના રાજ્ય માટે લડનાર જૂજ સ્ત્રીઓમાં રાણી લક્ષ્મીબાઈનું નામ સન્માનનીય રીતે લેવાય છે. આજની તારીખે (શુક્રવાર) મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે તેઓ શહીદ થયા હતા. આજે તેમની 163 મી પુણ્યતિથી છે. જે પ્રસંગે સમગ્ર દેશમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદના નેહરુ નગર ખાતે આવેલ રાણી લક્ષ્મીબાઈના પુતળાને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જૂનાગઢના તમામ રાજકીય પક્ષના આગેવાનો ઝાંસીની રાણીના યોગદાનને ભૂલ્યા