ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભામાં કરાયા મૌન ધરણા - Prime Minister's Security Protocol

થોડા દિવસ પહેલા કોંગ્રેસ શાસિત રાજ્ય પંજાબમાં વડાપ્રધાન મોદીનો કાફલો(Prime Minister Modi's convoy) ઓવર બ્રીજ ઉપર 20 મિનિટ સુધી રોકાયો હતો, આ ઘટનાએ મોટુ રૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓએ તેમના કાફલાથી થોડી દૂર રહીને રસ્તો રોકી દેખાવો કર્યો હતો. વડાપ્રધાનની સુરક્ષાના પ્રોટોકોલ(Prime Minister's Security Protoco) પ્રમાણે આ એક ગંભીર ક્ષતિ ગણવામાં આવી રહી છે, આ બાબતનો વિરોદ્ધ ભાજપના નેતાઓ અને કાર્યકરો કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં પણ આજે વિધાનસભામાં મૌન ધરણા કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભામાં કરાયા મૌન ધરણા
વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભામાં કરાયા મૌન ધરણા

By

Published : Jan 9, 2022, 4:13 PM IST

અમદાવાદ: ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસે આ કાવતરું વડાપ્રધાનને મારવા માટે કર્યું હતું, જેને લઇને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં આ બાબતનો વિરોદ્ધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યની તમામ વિધાનસભાઓમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ મૌન ધરણા(BJP holds silent picket in assembly) કરીને વિરોદ્ધ દર્શાવ્યો હતો. અમદાવાદનો મુખ્ય કાર્યક્રમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની હાજરીમાં ભાજપના 50 જેટલા કાર્યકરોએ ગાંધીજીનો ફોટા રાખીને મૌન ધરણા કર્યા હતા.

વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભામાં કરાયા મૌન ધરણા

પ્રોટોકોલ મુદ્દે ઘમાસાણ યથાવત

વડાપ્રધાનના પ્રોટોકોલને લઈને રાજનીતિમાં મોટુ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા પંજાબ સરકાર અને પંજાબ પોલીસ વિરુદ્ધ વડાપ્રધાનની સુરક્ષાનો પ્રોટોકોલ નહીં જાળવીને સમગ્ર ઘટનાને કાવતરું ગણાવામા આવી રહી છે.

વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભામાં કરાયા મૌન ધરણા

આ પણ વાંચો :PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

આ પણ વાંચો : PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો PM મોદીની સુરક્ષા ચૂકનો મામલો, આજે થશે સુનાવણી

ABOUT THE AUTHOR

...view details