અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ચૂંટણીપંચ દ્વારા રાજ્યની 8 બેઠકો પરની પેટા-ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને લડી લેવાના મુડમાં આવ્યા છે. બન્ને રાજકીય દળ કોરોના મહામારીના સમયમાં ચૂંટણીપંચની ગાઇડલાઇનનું પાલન કરશે.
ભાજપ સરકાર અંગ્રેજ જેવી, ખેડૂતોને મજૂર બનાવી દીધા
કોરોના મહામારી વચ્ચે ચૂંટણીપંચ દ્વારા રાજ્યની 8 બેઠકો પરની પેટા-ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને લડી લેવાના મુડમાં આવ્યા છે. બન્ને રાજકીય દળ કોરોના મહામારીના સમયમાં ચૂંટણીપંચની ગાઇડલાઇનનું પાલન કરશે.
આ મુદ્દે વાતચીત કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અંગ્રેજ જેવી છે. તેમણે ખેડૂતોને ફરીવાર ગુલામ બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસે તેમના રાજમાં ખેડૂતોને જમીન માલિક બનાવ્યા હતા, જ્યારે આ ભાજપ સરકાર ફરિવાર ખેડૂતોને મજૂર બનાવવનું કામ કરી રહી છે. બેરોજગારી, ગગડતું અર્થતંત્ર સહિતના મુદ્દે કોંગ્રેસ ચૂંટણી લડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને ફી મુદ્દે સરકારની મિલીભગતથી શાળા સંચાલકો જે કરી રહ્યા છે તેને પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઘાડો પાડવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદના કોંગી ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે કોરોના મહામારીને કારણે ચૂંટણી મૂલતવી રાખવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરી છે.