અમદાવાદ: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી(AAP Gujarat Pradesh General Secretary) મનોજ સોરઠીયાની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ(AAP Gujarat Pradesh Vice President) સાગર રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર પાણીની ચોરી(BJP government steals water) કરી રહી છે. ખેડૂતોના ભાગનું પાણી ચોરાય છે, ભાજપ સરકારે પાણીચોરને શોધવાની જરૂર છે. ડેમમાં પાણી હોવા છતાંય ખેડૂતોના પાક સુકાઈ જાય છે. આ એક ગંભીર મુદ્દો છે. જેના પર ભાજપ સરકારે ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો:Narmada Dam: નર્મદા ડેમની સપાટી ઘટતા રીવરબેડ પાવરહાઉસનું વીજ ઉત્પાદન બંધ
વરસાદ ખેંચાયો, વાવણી માટે પાણી નહીં -હાલ વરસાદ ખેંચાયો છે એટલે ખેડૂતો વાવેતર માટે નર્મદાનું પાણી મળે એની રાહ જોઈને ઊંચા જીવે બેઠા છે. બીજી બાજુ, ડેમમાં પાણી ઓછું હોવાનું કહીને ગયા ઉનાળે વાવેતર માટે સરકારે પાણી આપવાનું બંધ(BJP government is stealing water) કરી દીધું હતું. ખરેખર, ખેડૂતોને પાણી આપવાનું બંધ કર્યા પછીથી લઇ, ગઈ કાલ સુધી નર્મદા ડેમમાં પાણીની(Water status in Narmada Dam) સ્થતિ વિષે આંકડા શું કહે છે?
ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી જ રહી છે -સાગર રબારીએ પાણીચોરીના મુદ્દે વધુ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા નાટ્યાત્મક રીતે સિંચાઈ માટે પાણી ના આપતા વેબસાઈટ પર જે આંકડો છેલ્લે બતાવે છે. તેમાં 22 જૂન 2022 સુધી 527 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટના(Website of Narmada Control Authority) આંકડાઓ અનુસાર, ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી(Surface of the Dam Rising) જ રહી છે. સહુથી વધારે પાણીની સપાટી તા. 01 મેં, 2022 ના રોજ 120.98 મીટર હતી. ડેમમાં પાણીનો જથ્થો(Amount of water in Narmada Dam) 1,396 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 11,31,755 એકર ફૂટ હતો.