ગાંધીનગરઃ આજથી શરૂ થયેલા ગુજરાત ભાજપના યુવા મોરચાનું વિસ્તારક અભિયાનમાં (BJP Extensive Campaign of Youth Front 2021 ) 3600 વિસ્તારકો ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાંથી આજે કમલમ ખાતેથી 1800 કાર્યકરોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં નવા યુવાનોને ભાજપ સાથે જોડાવા યુવા મોરચાનું 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાને અસરકારક કામગીરીની વાત મૂકી
આ પ્રસંગે (BJP Extensive Campaign of Youth Front 2021 )હાજર રહેલા ભાજપનાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપમાં 35 વર્ષ સુધીનાને જ યુવા નેતા ગણાય છે. જ્યારે 50 વર્ષે પણ રાહુલ ગાંધી પોતાને યુવાન કહે છે. વિસ્તારકોને શુભેચ્છા પાઠવીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પદ સાંભળ્યાના 100 દિવસ પૂર્ણ કરીને સરકાર અસરકારક કામગીરી કરી રહી છે, તેમ જણાવ્યું. તેમણે યુવાનો સાથે કામ કરવાની વાત મૂકી હતી. ભૂપેન્દ્ર પટેલે સરકાર અને સંગઠને જોડે ચાલવાનું છે તેમ જણાવ્યું હતું.