અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સિધ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરના TRB જવાન સામેનાં બીભત્સ વાણીવર્તનનાં ટીવી -સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુ:ખ થાય. પોતાનાં જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરીયર્સનું અપમાન છે. સેવા અને માનવતાનું અપમાન છે.
ભાજપે સિદ્ધપુર MLAના TRB જવાન સાથેના અસભ્ય વર્તનની ટીકા કરી - અમદાવાદ
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદન ઠાકોરનાં TRB જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તન-વ્યવહાર એ અશોભનીય અને નિંદનીય છે. અને તે કોરોના વોરીયર્સનું અપમાન છે. સેવા અને માનવતાનું અપમાન છે.
ભાજપે સિદ્ધપુર MLAના TRB જવાન સાથેના અસભ્ય વર્તનની ટીકા કરી
પોતાની ફરજ બજાવતાં TRB જવાન સામે કોંગ્રેસના ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બીભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય છે. નિંદનીય છે.
ભરત પંડયાએ તમામ લોકોને વિનંતી કરી હતી કે,જે લોકો પોતાનાં જીવના જોખમે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને અભિનંદન આપીને પ્રોત્સાહિત કરે. મહેરબાની કરીને તેમની સાથે અયોગ્ય વર્તન કરે નહીં.