ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP Core Committee Announced : પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો કરાયો સમાવેશ - ગુજરાત ભાજપ

આજે પ્રદેશ ભાજપ દ્વારા કોર કમિટીની જાહેરાત (BJP Core Committee Announced) કરવામાં આવી છે. 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) પહેલાં પ્રદેશ ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

BJP Core Committee Announced :  પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો સમાવેશ
BJP Core Committee Announced : પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો સમાવેશ

By

Published : Jan 21, 2022, 1:06 PM IST

અમદાવાદ : કોર કમિટીનું કાર્ય ભાજપ સંગઠનના (Gujarat BJP ) મહત્વના નિર્ણય લેવાનું છે. આ સમિતિમાં 12 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડા, રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પૂર્વપ્રધાનો શંકર ચૌધરી, ગણપત વસાવા અને સાંસદ રંજન ભટ્ટ. સંગઠનના મહત્વના નિર્ણયો આ કોર કમિટી (BJP Core Committee Announced) લેશે.

આ પણ વાંચોઃ AAP Leaders Joins BJP In Gandhinagar: 'ડૂબતા જહાજમાંથી ઉંદરડા પહેલા ભાગે' તે કહેવત આમ આદમી પાર્ટી પર સાર્થક

આર્થિક વ્યવસ્થાપન સમિતિ

ભાજપ ગુજરાત પ્રદેશની (Gujarat BJP ) આર્થિક સ્થિતિનું સંચાલન કરવા વ્યવસ્થાપન સમિતિની પણ પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત (BJP Core Committee Announced ) કરાઇ હતી. જેમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. જેમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહનો સમાવેશ થાય છે.

સીએમ સહિત કમિટીમાં 12 સભ્યોને મળ્યું સ્થાન

ગઈકાલે આર્થિક વ્યવસ્થાપન કમિટીની જાહેરાત બાદ BJP Core Committee Announced જાહેર થઈ છે જેમાંં 12 સભ્યોનો સમાવેશ થયો છે. ભાજપ સંગઠનસ્તર પર કામ કરતી સંસ્થા તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022) ની તૈયારીમાં લાગી ગઇ છે.

આ પણ વાંચોઃ Patil's message to Congress MLA: કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'

ABOUT THE AUTHOR

...view details