અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ( Gujarat Assembly Election ) સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પક્ષપલટાની સીઝન પણ ચાલી રહી છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં કહી શકાય કે ઉલટી જ ગંગા શરૂ થઈ ચૂકી છે. ભાજપ અને આપના ઉમેદવારો આજે કોંગ્રેસમાં ( Kuldeepsinh Raulji and AAP workers joined Congress ) જોડાયા હતાં. જેમાં બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાઊલજી પણ કોંગ્રેસમાં જોડાયા. તેઓ છેલ્લા 10 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા ( BJP cooperative leader Kuldeepsinh Raulji ) હતાં પરંતુ હવે દસ વર્ષ પછી છેડો ફાડીને સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયાં છે.
રાઊલજી અગ્રણી સહકારી આગેવાનકોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ( Congress Leader Siddharth Patel ) જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના અસંખ્ય આગેવાનો આજે અલગ અલગ પક્ષ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આપમાંથી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. કુલદીપસિંહ રાઊલજી અગ્રણી સહકારી આગેવાન ( BJP cooperative leader Kuldeepsinh Raulji ) છે એ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુલદીપસિંહ રાઉલજી ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષથી જોડાયેલા હતાં અને ખૂબ જ મજબૂત કાર્યકર્તા છે.