- AIMIM ગુજરાતમાં બનાવી રહ્યું છે મજબૂત સંગઠન
- ભાજપ- કોંગ્રેસ AIMIMને બદનામ કરી રહ્યું છે
- આવનાર સમયમાં વધુ લોકો જોડાશે AIMIM
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત, આમ આદમી પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીએ પણ ભાગ લીધો હતો અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીના સાત ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.આ વિજયનો શ્રેય સાબિર કાબુલીવાલાને ગયા હતો. જેમને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદઉદ્દીન ઓવૈસીએ ગુજરાત ઓલ ઈન્ડિયા મજલિસ-સે-ઇતેહદુલ મુસ્લિમીના પ્રમુખ બનાવ્યા હતા. ગુજરાતમાં તેમની મહેનતથી અમદાવાદ, ભરૂચ, મોડાસા અને ગોધરામાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમિનના ઉમેદવારો જીત્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક લોકો સાબીર કાબૂલીવાલાથી નારાજ છે, જ્યારે અન્ય લોકો સાબીર કાબૂલીવાલાને હટાવવા માંગે છે. જો કે, ગુજરાતના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મસ્લિમીનના મહમંત્રી હામિદ ભટ્ટીને ગુજરાતના અધ્યક્ષ બનાવવા માંગે છે.
ભાજપ-કોંગ્રેસ ફેલાવી રહ્યું છે અફવા
આ સંદર્ભે, જ્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદુલ-મુસ્લિમિન ગુજરાતના પ્રવક્તા, દાનિશ કુરેશીને સબીર કાબુલી વાલાને તેમના પદ પરથી હટાવવાની વાતની સત્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, દાનિશ કુરેશીએ કહ્યું, આવી અફવાઓ ઓલ ઇન્ડિયામજલિસ-એ-ઇતેહદુલ-મુસ્લિમિન વિરુદ્ધ ફેલાવવામાં આવી રહી છે, અને કોંગ્રેસ અને ભાજપ બંને આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. અમે ગુજરાતમાં ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા