ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના ઉમેદવારો ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે : જગદીશ વિશ્વકર્મા - ગુજરાત સમાચાર

સંપૂર્ણ વર્ષ દરમિયાન દેશના કોઈકને કોઈક ખૂણામાં ચૂંટણીઓ ચાલતી જ હોય છે. ભારતના સૌથી મોટા પક્ષ હોવાના નાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સતત પક્ષનો પ્રચાર થતો રહે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આંગણે આવીને ઉભી છે. તેમાં સૌથી વધુ મહત્વની અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે.

ભાજપના ઉમેદવારો ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે : જગદીશ વિશ્વકર્મા
ભાજપના ઉમેદવારો ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે : જગદીશ વિશ્વકર્મા

By

Published : Feb 12, 2021, 1:18 PM IST

  • પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
  • સરકારી યોજનાઓ પ્રચારનો મુખ્ય ભાગ રહેશે
  • પ્રચાર માટે 06 LED રથ લોન્ચ કરાયા
  • મહાનગરપાલિકાઓમાં સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે
  • ચૂંટણીના 24 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થશે

અમદાવાદઃ શહેરના કાંકરીયા ખાતેથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને વંદન કરીને ભાજપે ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ વિધિવત રીતે શરૂ કર્યો હતો. જેમાં છ જેટલા LED રથ દ્વારા મહાનગરપાલિકાઓમાં સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

11 થી 19 ફેબ્રુઆરી સુધી ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવશેઃ જગદીશ વિશ્વકર્મા

ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 11 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનની સ્થાનિક સરકાર દ્વારા કરાયેલા વિકાસલક્ષી કાર્યો દર્શાવતી પત્રિકાનું વિતરણ કરાશે તેમજ વિવિધ મોરચાના સંમેલનો યોજાશે. વોર્ડના વરિષ્ઠ કાર્યકરો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ સાથે મિટિંગ થશે, પેજ સમિતિના કાર્ડનો વિતરણ કાર્યક્રમ પણ થશે. આ સમયગાળા દરમિયાન અનેક નેતાઓની સભાનું પણ તબક્કાવાર આયોજન શહેરમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના 24 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થશે.

ABOUT THE AUTHOR

...view details