અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક ગઈકાલે ધૂળેટીના દિવસે મળી હતી. જે બેઠક ભાજપના પ્રમુખ જે પી નડ્ડાની આગેવાનીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, ઉદ્યોગપ્રધાન નિતીન ગડકરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતીના તમામ સભ્યો ઉપસ્થિત હતા.
રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના બે નામની જાહેરાત કરી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર
- અભય ભારદ્વાજ
- અભય ભારદ્વાજ રાજકોટના સીનીયર એડવોકેટ
- દેશના લો કમિશનના પાર્ટ ટાઈમ મેમ્બર હતા
- રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અભય ભારદ્વાજ
રમીલાબહેન બારા
- સાબરકાંઠાના રમીલાબહેન બારા આદિવાસી નેતા છે
- રમીલાબહેન બારા ખેડબ્રમ્હાના પૂર્વ ધારાસભ્ય
- આદિવાસી સમાજનું નેતૃત્વ કરશે
ભાજપે રાજ્યસભા માટે ગુજરાતમાંથી બે નવા ચેહરાને સ્થાન આપ્યું છે. જો કે હજી બે નામની જાહેરાત બાકી છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 4 બેઠકો નિવૃતિને કારણે ખાાલી પડે છે.