ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપે ચૂંટણી પ્રચાર માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી - મુખ્યપ્રધાન રૂપાણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં એક પણ રાષ્ટ્રીય પ્રચારકને સ્થાન મળ્યું નથી.

ETV BHARAT
ભાજપે ચૂંટણી પ્રચાર માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

By

Published : Feb 12, 2021, 3:14 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યાં
  • યાદીમાં 20 વ્યક્તિઓ સામેલ
  • આ સ્ટાર પ્રચારકો 8 દિવસમાં સંપૂર્ણ ગુજરાત ઘમરોળશે

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં યોજાવાની છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ તથા જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પ્રચારની શરૂઆત કરી છે.

ભાજપના સ્ટાર પ્રચારકો

યાદીમાં રાજ્ય કક્ષાના સ્ટાર પ્રચારકો વધુ

ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. જે અગાઉ રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવી હતી.

સ્ટાર પ્રચારકોની યાદી

  1. વિજય રૂપાણી, મુખ્યપ્રધાન
  2. નીતિન પટેલ, નાયબ મુખ્યપ્રધાન
  3. પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના ગૃહ પ્રધાન
  4. ભારતી શિયાળ, ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
  5. સી.આર.પાટીલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ
  6. પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન
  7. સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન
  8. મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન
  9. ભીખુ દલસાણીયા, ભાજપ પ્રદેશ જનરલ સેક્રેટરી
  10. ગોરધન ઝડફિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ
  11. ગણપત વસાવા, રાજય પ્રધાન
  12. કુંવરજી બાવળિયા, રાજય પ્રધાન
  13. આઈ.કે.જાડેજા, અમદાવાદ પ્રભારી, ભાજપ
  14. જશવંતસિંહ ભાભોર, સાંસદ
  15. નરહરિ અમીન, સાંસદ
  16. શંભુનાથ ટુંડીયા, ભાજપ SC મોરચા અધ્યક્ષ
  17. જ્યોતિ પંડયા, સ્ટેટ પ્રેસિડન્ટ, મહિલા મોરચો
  18. રણછોડ રબારી, પૂર્વ પ્રધાન
  19. અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય
  20. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણપ્રધાન

રાષ્ટ્રીય પ્રચારકો નહીં

ભાજપની આ યાદી પરથી કહી શકાય કે, ભાજપના રાષ્ટ્રીય પ્રચારકો જેમ કે અમિત શાહ, યોગી આદિત્યનાથ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વગેરે ગુજરાતમાં પ્રચાર માટે આવશે નહીં. એમ પણ ગુજરાત ભાજપનો ગઢ છે, પરંતુ યાદીમાં અલ્પેશ ઠાકોરના નામથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.

ABOUT THE AUTHOR

...view details