ગુજરાત

gujarat

ETV Bharat / city

Biotechnology Policy 2022-27: ગુજરાત સરકારે જાહેર કરી બાયોટેકનોલોજી પોલિસી, જાણો શું છે આમાં ખાસ - ભારતમાં નીતિ સંચાલિત રાજ્ય

ગુજરાત સરકાર દ્વારા બાયોટેકનોલોજી પોલિસી 2022-27 (Biotechnology Policy 2022-27)ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે. આ પોલિસી અંતર્ગત સ્પેશિયલ પ્રોજેક્ટસને સહાય અને સપોર્ટ આપવામાં આવશે. નવી પોલિસી આગામી 5 વર્ષ સુધી અમલમાં રહેશે.

By

Published : Feb 17, 2022, 10:43 PM IST

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 દિવસમાં બીજી સૌથી મોટી પોલિસી (Biotechnology Policy 2022-27) જાહેર કરવામાં આવી છે. પ્રિ-કલિનિકલ ટેસ્ટિંગ, ખાનગી સેક્ટરમાં જિનોમ સિક્વસિંગ (Genome sequencing in private sector gujarat), પ્લગ એન્ડ પ્લે ફેસેલિટીઝ, પ્રાઇવેટ સેક્ટર BSL-3 લેબ, વેક્સિન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેકચરિંગ (Vaccine development and manufacturing Gujarat), ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટસને સહાય-સપોર્ટથી આ નવી બાયોટેકનોલોજીપોલિસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે.

સ્પેશિયલ પ્રોજેક્ટસને સહાય

સ્પેશિયલ પ્રોજેક્ટસને રૂપિયા 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25 ટકા સહાય, કુલ 5 વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તાના અપાશે. સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેકટથી જમીન ફાળવણી (Industrial Allotment Procedure Gujarat) તથા અન્ય પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત જરૂરીયાતો,અપ્રોચ રોડ, પાણી-પૂરવઠો, ઈલેક્ટ્રિસિટી, ગટર વગેરે માટે સર્વાંગી સુવિધા પૂરી પાડવામાં આવશે.

નવી પોલિસી 5 વર્ષ સુધી અમલમાં રહેશે

ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 દિવસમાં બીજી સૌથી મોટી પોલિસી જાહેર કરવામાં આવી છે. ઇન્ટરનેશલ લેવલ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરીને આ બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરવામાં આવી છે.જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટર (Biotechnology sector Gujarat)માં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી (New Biotechnology Policy Gujarat)જાહેર કરી છે. આ નવી પોલિસી આગામી 5 વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો:Vehicle Number Process In Gujarat: ગુજરાત સરકારની જાહેરાત, હવે જૂના વાહનનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકાશે

બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ

મુખ્યપ્રધાને શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રધાન જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરી હતી. ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ (policy driven state in India) અને ઉદ્યોગ સાહસિકતા (entrepreneurship in india)માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઉદ્યોગ સાહસિકતાને નવી દિશા આપી છે. એટલું જ નહીં, બાયોટેક્નોલોજી જ્યારે વૈશ્વિક હરણફાળ ભરી રહી છે, ત્યારે બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આ નવી બાયોટેક્નોલોજી પોલિસી આજે જાહેર કરી છે.

કોવિડ-19 સામે લડવામાં બાયોટેક્નોલોજીનો મહત્વનો ફાળો

બાયોટેક્નોલોજીના વિજ્ઞાનનું વૈશ્વિકસ્તરે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. પ્રવર્તમાન કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારી સામેની માનવજાતની લડાઈમાં બાયોટેક્નોલોજીનો ફાળો ખુબ જ અગત્યનો રહ્યો છે. કોરોનાને કારણે ઘર-ઘરમાં જાણીતા થયેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ, આરટી-પીસીઆર ટેસ્ટ, વેક્સિન વગેરે બાયોટેક્નોલોજીની દેન છે.

આ પણ વાંચો:ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું જીનોમ(વંશસુત્ર) શોધી કાઢ્યું, હવે રસી શોધવી સરળ

પહેલાની પોલિસીમાં આવી સહાય સમાવિષ્ટ નહોતી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પોલિસીમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રની ફ્રન્ટીયર ટેકનોલોજીઝ આવરી લેવામાં આવી છે. તેમજ બાયોટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની યાદીને વધુ વ્યાપક કરવામાં આવી છે. પ્રિ-કલિનિકલ ટેસ્ટિંગ, ખાનગી સેક્ટરમાં જિનોમ સિકવસિંગ, પ્લગ એન્ડ પ્લે ફેસેલિટીઝ, પ્રાઇવેટ સેક્ટર BSL-3 લેબ, વેક્સિન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટસને સહાય-સપોર્ટથી આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે.

રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી કરાશે

ઈનોવેટિવ CAPEX તેમજ OPEX મોડેલથી એકંદરે સહાયનો દર અને સહાયની માત્રા એમ બન્નેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. યુનિટ્સ અને હાલમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા નવા રોકાણને આકર્ષિત કરશે અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી કરાશે. રૂપિયા 200 કરોડથી ઓછી મૂડી-રોકાણવાળા MSME ઉદ્યોગોને રૂપિયા 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને રૂપિયા 200 કરોડથી વધુ મૂડી-રોકાણવાળા મેગા પ્રોજેક્ટસને તેમજ ઇકોસિસ્ટમ સશક્તિકરણ, ઈમર્જીંગ ટેક્નોલોજીસ ઇન ચેલેન્જીંગ એરિયાઝ અને સ્ટ્રેટેજીક મહત્વતા ધરાવતા સ્પેશિયલ પ્રોજેક્ટસને રૂપિયા 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25 ટકા સહાય, કુલ 5 વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તાના સ્વરૂપમાં અપાશે.

ઓછી મૂડી રોકાણવાળા MSME ઉદ્યોગોને પ્રતિવર્ષ રૂપિયા 5 કરોડ

રૂપિયા 200 કરોડથી ઓછી મૂડી રોકાણવાળા MSME ઉદ્યોગોને પ્રતિવર્ષ રૂપિયા 5 કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં અને રૂપિયા 200 કરોડથી વધુ મૂડી રોકાણવાળા મેગા પ્રોજેક્ટસને, તેમજ ઇકોસિસ્ટમ સશક્તિકરણ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટસને રૂપિયા 25 કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15 ટકા સહાય આપવામાં આવશે. આ સહાયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય, લીઝ રેન્ટલ સબસિડી, બેન્ડવિડ્થ લીઝિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોજગારીને પ્રોત્સાહન

એક વર્ષથી વધારે સમય સુધી અરજકર્તા કંપની સાથે જોડાયેલા હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાને અનુક્રમે રૂ. 50,000 અને રૂપિયા 60,000ની સહાય અપાશે.

એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ

પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજકર્તા કંપનીએ ભરેલા એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100 ટકા અને 75 ટકા વળતર.

ટર્મ લોન ઉપર વ્યાજ સબસિડી

રૂપિયા 100 કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલા વ્યાજ સામે વાર્ષિક રૂપિયા 7 કરોડની ટોચમર્યાદામાં, ૭ ટકાના દરે ત્રિમાસિક વળતર. ઉપરાંત રૂપિયા 100 કરોડથી વધુની ટર્મ લોન ઉપર વાર્ષિક રૂપિયા 20 કરોડની મહત્તમ મર્યાદામાં ભરેલા વ્યાજ સામે 3 ટકાના દરે ત્રિમાસિક વળતર.

ઇલેક્ટ્રિસિટી ડ્યુટી

5 વર્ષ માટે ભરેલી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ઉપર 100 ટકા વળતર. દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદેશ્યથી સ્ટ્રેટેજીક મહત્વના પ્રોજેક્ટસ હેઠળ સમાવેશ કરી ઇકોસિસ્ટમ સશક્તિકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને મળતા સ્પેશિયલ પેકેજ દ્વારા વધારાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details