અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલે (24 એપ્રિલ) બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (Binsachivalay Exam 2022) યોજાશે. લાખો ઉમેદવાર આ પરીક્ષા આપશે. ત્યારે તેમને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે એસ.ટી. નિગમે વિશેષ વ્યવસ્થા કરી (Arrangement of ST bus for Binsachivalay Exam Candidates) છે. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમે આવતીકાલે ઉમેદવારો માટે વધુ 1,000 બસો મૂકી છે.
Binsachivalay Exam 2022: ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું થશે સરળ, ST નિગમે કરી વિશેષ વ્યવસ્થા - બિનસચિવાલય પરીક્ષા 2022
રાજ્યમાં આવતીકાલે (24 એપ્રિલે) બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (Binsachivalay Exam 2022) યોજાશે. ત્યારે ગુજરાત એસટી નિગમે ઉમેદવારો માટે 1,000 બસોની (Arrangement of ST bus for Binsachivalay Exam Candidates) વ્યવસ્થા કરી છે.
એક્સ્ટ્રા સંચાલનના સ્થળો -એક્સ્ટ્રા સંચાલનના સ્થળોમાં અમદાવાદથી રાજકોટ અને અમદાવાદથી સુરેન્દ્રનગરનું સંચાલન રાણીપ તેમ જ કૃષ્ણનગર એસ.ટી. મથકેથી થશે. જ્યારે અમદાવાદના ગીતા મંદિરથી રાજ્યના અન્ય ભાગોમાં એસ.ટી. બસનું સંચાલન થશે. તો રાજકોટના શાસ્ત્રી મેદાનથી રાજકોટ અને ભાવનગર વચ્ચે એસ.ટી.નું સંચાલન થશે. આ સિવાય રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેશનથી ભાવનગર સિવાયના અન્ય સ્થળે બસ જશે. વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી અમદાવાદ તરફ બસ જશે. જ્યારે કીર્તિસ્તંભ-સમા અને મકરપુરાથી અમદાવાદ તરફ બસો (Arrangement of ST bus for Binsachivalay Exam Candidates) જશે.
આ પણ વાંચો-Exams Fever 2022 in Bhavnagar Schools : વાર્ષિક પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓના બોલ "મજ્જા આવી ગઈ"
લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - રાજ્યમાં રવિવારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં (Binsachivalay Exam 2022) લાખો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે તેમના વતનથી પરીક્ષા કેન્દ્રના સ્થળ સુધી આવવાજવા એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસો મૂકવાનો અને સીધા સંચાલનનો નિર્ણય (Arrangement of ST bus for Binsachivalay Exam Candidates) કરવામાં આવ્યો છે.