અમદાવાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM President Asaduddin Owaisi Gujarat) કહ્યું કે, તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત આવી રહ્યા છે, ઘણા જિલ્લાઓની મુલાકાત લીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) અમારા પક્ષના મહત્તમ ઉમેદવારો સફળ થાય તેવો અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે. સાબીર કાબુલીવાલાના નેતૃત્વમાં ગુજરાત MIMની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. તેઓ ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેવા પ્રશ્ન પર ઓવૈસીએ કહ્યું કે, તે ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદ મુસ્લિમીન ગુજરાતના પ્રમુખ સાબીર કાબુલીવાલા નક્કી કરશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને તેના માટે વધુ સારી રીતે પ્રચાર કરીશું. (Problems Of Muslim Bilkis case)
સાંપ્રદાયિકતા સામે સંધિ :બિલ્કીસ બાનો (Bilkis Bano Case) મુદ્દે તેમણે કહ્યું કે, જો તમે બીજેપીને હરાવવા માંગતા હોવ અને બિલકીસ બાનો મુદ્દે મૌન રહો તો તમે સાંપ્રદાયિકતા સામે સંધિ કરી છે. બિલ્કીસ બાનો મુદ્દો માત્ર મુસ્લિમોનો જ નહીં, પરંતુ દરેક મહિલાનો અને ન્યાયનો મુદ્દો છે. જો દરેક વ્યક્તિ કોઈને ન્યાય આપવામાં ચૂપ બેસી જાય તો ન્યાય કેવી રીતે મળશે, આજે બિલકીસ બાનો સાથે આવું થયું, કાલે બીજી કોઈ મહિલા સાથે પણ આવું થઈ શકે છે. અમે બિલકિસ બાનોને ન્યાય અપાવવા માટે બોલી રહ્યા છીએ અને લડી રહ્યા છીએ. બિલકિસ બાનોના દોષિતોને જે રીતે મુક્ત કરવામાં આવ્યા છે, તે સંપૂર્ણપણે ખોટું છે.
વચનો આપવા લોકોની આદત :MIMએ કોંગ્રેસની મુસ્લિમ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ નહીં. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'અમને કોઈ પક્ષના અભિપ્રાયની જરૂર નથી, તેમને તેમનું કામ કરવા દો, અમે અમારું કામ કરીશું'. પહેલા જણાવો કે, તેમના 18 ધારાસભ્યો ભાજપમાં કેમ ગયા. હું લોકોને અપીલ કરીશ કે કોંગ્રેસને મત આપવો એ ભાજપને મત આપવા બરાબર છે. આમ આદમી પાર્ટી અને ભાજપમાં કોઈ ફરક નથી, કારણ કે 'આપ' પણ બિલ્કીસ બાનો જેવા મુદ્દાઓ પર મૌન છે, તેથી જ્યારે આ લોકો આ મુદ્દાઓ પર નહીં બોલે તો ગુજરાતના ગરીબોને થઈ રહેલા અન્યાય વિશે તેઓ શું કહેશે છે. ગુજરાતની જનતાને કેવી રીતે ફાયદો થશે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગેરંટી રક્ષક અંગે તેમણે કહ્યું કે, વચનો આપવા આ લોકોની આદત બની ગઈ છે, વચનો આપવાનો શું અર્થ છે, માત્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જમીન પર શું કરશે. (AIMIM Gujarat Election)