ગુજરાત

gujarat

ETV Bharat / city

બીજલ પટેલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મેં ટિકિટ માંગી જ નથી - બીજલ પટેલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો, 3 ટર્મથી ચૂંટાતા આવતા લોકો અને કોર્પોરેટરના સંબંધીઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. જેથી અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે આ વખતે ટિકિટ માંગી નથી. આ વાતનો ખુલાસો તેમણે ETV BHARAT સાથેની વાતચીતમાં કર્યો હતો.

ETV BHARAT
બીજલ પટેલે કર્યો મોટો ખુલાસો

By

Published : Feb 5, 2021, 10:51 PM IST

  • પૂર્વ મેયર બીજલ પટેલે કર્યો ખુલાસો
  • પૂર્વ મેયરે ટિકિટ માંગી જ નથી
  • પૂર્વ મેયરે ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્ણયને આવકાર્યો

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. આ યાદીમાંથી સિનિયર નેતાઓની બાદબાકી કરવામાં આવી છે. જેથી અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ટિકિટની દાવેદારી કરી જ નથી.

બીજલ પટેલે કર્યો મોટો ખુલાસો

પાર્ટીને જીતાડવા કરશે કામગીરી

પૂર્વ મેયર બિજલ પટેલે ટિકિટની દાવેદારી કરી નથી. જેથી તેમની જગ્યાએ અન્ય 4 નવા લોકોની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ નિર્ણયને બીજલ પટેલે આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્ણયને સિનિયર નેતાઓ આવકારે છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તે પાર્ટી માટે કામગીરી કરતા રહેશે અને જીતાડવા માટેની પૂર્ણ વ્યવસ્થા કરશે.

મેં ટિકિટ માંગી જ નથીઃ બીજલ પટેલ

ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન બીજલ પટેલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, મેં ટિકિટ માંગી જ નથી. જેથી ટિકિટ મળવાનો સવાલ જ ઉભો થતો નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભાજપે તેમને 3 ટર્મ ચૂંટણી લડવાની તક આપી છે. જેના કારણે એક સામાન્ય બીજલ પટેલ લોકચાહના મેળવી શકી છે.

ABOUT THE AUTHOR

...view details