- અગાઉ 7 મહિના થિયેટરો બંધ રહેતા માલિકોને મોટું નુકશાન થયું
- ચાર મહાનગરોના મલ્ટિપ્લેક્સ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય
- અમદાવાદમાં 48 મલ્ટિપ્લેક્સ છે ગુજરાતમાં 250થી વધુ
અમદાવાદ :કોરોનાના કેસના વધતા જ શનિ-રવિ મોલની સાથે મલ્ટિપ્લેક્સ પણ મોટા શહેરોમાં બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા કરાયો છે. આ કારણે અમદાવાદના 48 મલ્ટિપ્લેક્સ સહિત અન્ય ત્રણ રાજ્યોના મલ્ટિપ્લેક્સ થિયેટરના માલિકોને લાખો, કરોડોનું નુકશાન ફરી એકવાર વેઠવાનો વારો આવ્યો છે.
મોટા બજેટની સારી ફિલ્મો આવવાની શરૂઆત થઈ ગઇ
લોકડાઉન થયાના 7 મહિના બાદ થિયેટર્સ શરૂ કરવાની મંજૂરી મળી હતી. થિયેટર્સને ફરી વિકેન્ડમાં થિયેટરો બંધ રહેશે. દર્શકોમાં પણ આ વાતને લઈને નિરાશા જોવા મળી છે. કેમ કે, મોટા બજેટની સારી ફિલ્મો આવવાની શરૂઆત થઈ ગઇ છે. આ દરમિયાન વાઈડ એંગલના માલિક રાકેશ પટેલે આ નુકશાન અંગે જણાવ્યું હતું.
એક વર્ષના સમયગાળામાં 7 મહિના થિયેટર બંધ રહ્યા
કોરોનાના એક વર્ષના સમયગાળામાં 7 મહિના થિયેટર બંધ રહ્યા હતા. જે બાદ 50 ટકા સાથે અમે સ્ક્રિન શરૂ કરી હતી. ફિલ્મો આવવાની શરૂઆત થતા બે પૈસા શનિ-રવિમાં કમાવવા મળતા હોય છે. રાત્રે 9 વાગ્યા સુધીનો કર્ફ્યુ બરોબર છે પરંતુ થિયેટર્સ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય અયોગ્ય છે તેવું માનવામાં આવે છે.