ગુજરાત

gujarat

ETV Bharat / city

FEE અને RTE મામલે ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા અમદાવાદમાં આજે બે સ્માર્ટ સ્કૂલ ખુલ્લી મુકવામાં આવી છે. તે દરમિયાન સ્કૂલ FEE મામલે શિક્ષણપ્રધાને મહત્વનું નિવેદન આપ્યું છે આ સાથે RTE અંતર્ગત મામલે પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ બે સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે.

FEE અને RTE મામલે ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન
FEE અને RTE મામલે ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન

By

Published : Jul 5, 2021, 9:00 PM IST

  • ફી અને RTE મામલે શિક્ષણપ્રધાનનું મહત્વનું નિવેદન
  • જરૂર જણાશે તો RTE મુદતમાં વધારો કરવામા આવશે
  • સ્કૂલ ફીમાં રાહત માટે ટૂંકસમયમાં નિર્ણય કરીશું

અમદાવાદઃ અમદાવાદમાં બહેરામપુરામાં શાળાનંબર 22 અને 23માં સ્માર્ટ સ્કૂલના પ્રારંભના અવસરે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ જણાવ્યું હતું કે સ્કૂલ ફીમાં રાહત માટે ટૂંક સમયમાં અમે યોગ્ય નિર્ણય લઇશું. તેમજ કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબલેટ મળ્યાં નથી ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળવા માટે શિક્ષણપ્રધાન લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે બે વર્ષ બાદ પણ ટેબલેટ આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવશે

RTE ફોર્મ માટે મુદત વધારાશે

બીજી તરફ RTEમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું આજે અંતિમ દિવસ છે. ત્યારે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ, 18,000થી વધુ એપ્લિકેશન DEO કચેરીમાં સબમિટ
સરકારી શાળાઓ તરફ આકર્ષવા પ્રયાસ
ત્યારે હાલમાં તો ખાનગી સ્કૂલોના પણ ટક્કર મારે અને વાલીઓ વધુમાં વધુ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મૂકે તે માટે આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ સારી રીતે થાય તે માટે એજ્યુકેટેડ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શાળાની 25 ટકા ફી માફી યથાવત, સરકાર આ મુદ્દે હજૂ વિચારણા કરશે

ABOUT THE AUTHOR

...view details