ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ દ્વારા દલીલ મુદે પોતાનો વલણ સપષ્ટ કર્યા બાદ અરજદાર ઈચ્છે તો કેટલાક પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરવાની માંગ કરી શકે છે. અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવો બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી.
ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી.