- બાલા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરાયું
- કાર્યક્રમમાં ખેતરોમાંથી ખેડૂતો દ્વારા માટી લાવવામાં આવી હતી
- RSSના ધર્મ જાગરણ સંસ્કૃતિ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કિર્તી ભટ્ટની ઉપસ્થિત રહ્યા
અમદાવાદ: ધંધુકાના બાલા હનુમાનજી મંદિર ખાતે મંગળવાર RSSના ધર્મ જાગરણ સંસ્કૃતિના ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ કિર્તી ભટ્ટની ઉપસ્થિતિમાં કુપોષિત બની રહેલી ભૂમિ સુપોષિત બને તે અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ, બાલા હનુમાનજી મંદિરના મહંત બાપુ, પાલિકા પ્રમુખ હર્ષદ ચાવડા, કાળુ ડાભી, કનુભાઈ તેમજ અન્ય RSSના સદસ્યો અને ખેડૂત આગેવાનો હાજર રહી ભૂમિપૂજન બાદ ગૌ માતાનું પૂજન કર્યું હતું.
ધંધુકામાં RSS દ્વારા ભૂમિ સુપોષણ કાર્યક્રમ અંતર્ગત ભૂમિપૂજન કરાયું આ પણ વાંચો:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ
ગૌમાતાના મળમૂત્રના ઉપયોગથી ભૂમિ સુપોષિત બનશે
આ કાર્યક્રમ અંતર્ગત ધર્મ જાગરણ સંસ્કૃતિના પ્રાંત પ્રમુખ કિર્તી ભટ્ટ દ્વારા ગૌમાતાનું પૂજન કરીને ગૌમાતાના મહત્વ અંગે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરોના ઉપયોગથી ભૂમિ વેરાન થઈ રહી છે. ત્યારે, તેને સુપોષિત કરવા અને સંરક્ષણ માટે ચૈત્ર સુદ પ્રતિપદાના શુભ અવસરે રાષ્ટ્રીય સ્તરે જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ભારતનાં તમામ રાજ્યો, જિલ્લા, તાલુકા, અને ગામડાઓ સહીત ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત ધંધુકા તાલુકામાં પણ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી ખેડૂતો દ્વારા ગૌમાતાના મળમૂત્રનો ઉપયોગ કરવામાં આવશે તો જ બંજર અને કુપોષિત બનેલ ભૂમિ સુપોષિત બની શકશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો:RSSના ઈતિહાસમાં પ્રથમ વખત 11 ઝોનમાં રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક યોજાશે