ગુજરાત

gujarat

ETV Bharat / city

ટ્રેકટર સાથે ખેડૂતોના સીએમ નિવાસસ્થાન સામે ધરણા, સરકારની કમિટી નિષ્ફળ - ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સરકારની કમિટી

ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં 21 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે આજે સીએમ હાઉસ સુધી પહોંચ્યું છે. સરકારની કમિટી નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ટ્રેકટર સાથે ખેડૂતોના સીએમ નિવાસસ્થાન સામે ધરણા જોવા મળ્યાં હતાં. ખેડૂતોએ ભાજપ પક્ષને પણ ચીમકી આપી છે. Bhartiya Kisan Sangh Protest at CM House Gandhinagar, Farmers clear warning to BJP

ટ્રેકટર સાથે ખેડૂતોના સીએમ નિવાસસ્થાન સામે ધરણા કર્યા, સરકારની કમિટી નિષ્ફળ
ટ્રેકટર સાથે ખેડૂતોના સીએમ નિવાસસ્થાન સામે ધરણા કર્યા, સરકારની કમિટી નિષ્ફળ

By

Published : Sep 15, 2022, 5:23 PM IST

Updated : Sep 15, 2022, 6:14 PM IST

ગાંધીનગરરાજ્યના ખેડૂતોને મળનારા વીજ પુરવઠામાં હોર્સ પાવર બાબતે અનેક ખેડૂતોને વધારે પડતા બિલ આવે છે. તેના વિરોધમાં ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે. છેલ્લા 21 દિવસથી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિસાન સંઘની પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા ભૂતકાળમાં પ્રધાનોના નિવાસસ્થાને ધરણાની ચીમકી (Bhartiya Kisan Sangh Protest at CM House Gandhinagar ) આપવામાં આવી હતી ત્યારે આજે ખેડૂતોએ ગાંધીનગરના રસ્તા ઉપર ટ્રેક્ટર લઈને ઉતરી પડ્યા હતાં અને મુખ્યપ્રધાન નિવાસ સ્થાનનો ઘેરાવો (Bhartiya Kisan Sangh reached Chief Minister House ) કરવાનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. પરંતુ ગાંધીનગર પોલીસે મુખ્યપ્રધાન નિવાસથી ફક્ત 500 મીટર દૂર જ તેમને રોકી રાખ્યાં હતાં.

સરકારની કમિટી નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ટ્રેકટર સાથે ખેડૂતોના સીએમ નિવાસસ્થાન સામે ધરણા

હવે ગામડે ગામડે જશે આંદોલન ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ શામજીભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 25 ઓગસ્ટથી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્તા ખાતે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. સરકારમાં પણ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈપણ નિર્ણય આવ્યો નથી ત્યારે હવે ગાંધીનગરથી આ આંદોલન રાજ્યના તમામ ગામડે ગામડે જશે.

ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સરકારની કમિટી નિષ્ફળભારતીય કિસાન સંઘના આગેવાન રમેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લે 21 દિવસથી ગાંધીનગરમાં ખેડૂતો દ્વારા આંદોલન ( Bhartiya Kisan Sangh Farmers Protest ) કરવામાં આવી રહ્યું છે. વરસાદ પડી રહ્યો છે તેમ છતાં ખેડૂતોએ મુશ્કેલીઓનો સામનો કરીને પણ આંદોલન યથાવત રાખ્યું છે. જ્યારે હવે પણ રાજ્ય સરકાર જો અમારો નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આંદોલનને પૂર્ણ કરવા માટેની અનેક તૈયારીઓ કરવામાં આવી છે અને આ માટે એક કમિટી બનાવાઇ છે. પરંતુ આ કમિટી સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી ( Government committee for farmers ) છે. આ પાંચે પ્રધાનો ક્યારેય ભેગા થઈ શકતા નથી અને આંદોલન પૂરું કરવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે અગાઉ ભૂતકાળમાં ઊર્જાપ્રધાન સાથે થયેલી બેઠકમાં પણ અમે સમાધાનની વલણ દાખવ્યું હતું. છતાં પણ તે રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપવામાં આવ્યો નથી. આમ જો હજુ પણ કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ભાજપ પક્ષને ખેડૂતોની ચીમકી02 સપ્ટેમ્બરના રોજ કિસાન સંઘ દ્વારા ચીમકી (Farmers clear warning to BJP ) ઉચ્ચારવામાં આવી હતી કે વર્ષ 1987માં કૉંગ્રેસે ખેડૂત ઉપર અત્યાચાર અને અન્યાય કર્યો હતો અને તેને લઈને જ અત્યારે 27 વર્ષે પણ કૉંગ્રેસ સત્તામાં બેસી નથી શકી ને વનવાસ ભોગવી રહી છે. કિસાન સંઘના અધ્યક્ષે આ યાદ કરાવવા સાથે જણાવ્યું હતું કે જો હવે રાજ્ય સરકાર પણ કોઈ પ્રકારનો નિર્ણય નહીં કરે તો ભાજપ સરકારને પણ ભારે પડશે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં કિસાન સંઘ કયા પક્ષ તરફ ઝૂકશે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ ભાજપ પક્ષને ભારે પડશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.

Last Updated : Sep 15, 2022, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details