અમદાવાદ: વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે, ત્યારે વેદવ્યાસને પુછવામાં આવ્યું કે, 18 પુરાણોનો સાર શું?, ત્યારે વેદ વ્યાસે કહ્યું હતું કે, બીજાને પીડા આપવી તેવું કોઈ પાપ નથી અને બીજાના સુખ માટે કોઈ પ્રવૃતિ કરીએ એટલે કે, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી. અષાઢી સુદ પૂર્ણિમાને વ્યાસ પૂનમ પણ કહેવાય છે. જેથી ગુરુ પૂનમ પણ કહેવાય છે. ગુરુના અનેક ઉપકારો શિષ્યો પર હોય છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ...અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે.
ગુરુપૂર્ણિમાએ મહામંડલેશ્વર ભારતી બાપુએ ETVના માધ્યમથી આપ્યો આ ઉપદેશ, જુઓ વીડિયો
ગુરુપૂર્ણિમાએ ગુરુનું રૂણ ચુકવવાનો દિવસ છે. ગુરૂ માનવીને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાનો દિવસ છે. તેમનો સંત્સગ સાંભળવાનો દિવસ છે અને તે સંત્સગ જીવનમાં ઉતારવીને તેને આચરણમાં મુકવાનો દિવસ છે. આવા શુભ ભાવ સાથે ગુરુપૂર્ણિમા ઉજવાય છે. આવા પાવન દિવસે મહામંડલેશ્વર ભારતી બાપુએ ETV Bharatના માધ્યમ દ્વારા આશીર્વાદ આપ્યા હતા અને સંદેશ આપ્યો હતો.
ભારતીબાપુએ કહ્યું હતું કે, કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. આ વાઇરસ કુદરતી રીતે જ આવ્યો છે. માનવીએ અત્યારે પદ, પ્રતિષ્ઠા અને પૈસા પાછળ દોટ મુકી છે અને સત્યમૂલ્યો ભુલાયા છે. આ સંજોગોમાં કોરોના વાઇરસને કોઈ હજી સુધી નાથી શક્યું નથી. વૈશ્વિક ગુરુઓ પ્રાર્થના કરે કે, પરમાત્મા કોરોના વાઇરસને દૂર કરે. આપણા પાપના ફળને કારણે જ વાઇરસ આવ્યો છે, કુદરત જ્યારે ઈચ્છ છે, ત્યારે આ વાઇરસનો ચેપ દૂર થશે. ઈશ્વર અને સંતો દયાળું છે, ભારત દેશ સંતોનો છે, સંતોની દયાથી આ વાઇરસ ઝડપથી દૂર થશે, તેવી મારી ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાનને પ્રાર્થના છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતીબાપુએ સંદેશ આપ્યો હતો કે, સદાચારી બનીએ, પરોપકાર કરીએ, વ્યસન છોડીએ, ધર્મનું પાલન કરીને તેનું રક્ષણ કરો, સદ્વ્યવહાર કરો, સેવા અને સ્મરણ કરીશું તો માનવ જગતનું કલ્યાણ થશે.