અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી સરખેજના ભારતી બાપુના આશ્રમનો વિવાદ (Bharti Ashram Controversy) ચાલી રહ્યો છે. જે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. તેવામાં સરખેજ ભારતી આશ્રમના સંત ઋષિ ભારતી બાપુ હવે કોર્ટની શરણે ગયા છે. તેમણે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન માટે (Rushi Bharti Bapu Anticipatory bail) અરજી કરી છે. તો આ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારીઓને નોટિસ ઈશ્યૂ કરી જવાબ રજૂ કરવા આદેશ (Ahmedabad Rural Court Order) કર્યો છે.
આ પણ વાંચો-Bharti Ashram Controversy: હરિહરાનંદ બાપુ સાચા કે ઋષિ ભારતી બાપુ... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને
અરજીમાં કરી આ રજૂઆત - ઋષિ ભારતી બાપુએ અરજીમાં રજુઆત કરી હતી કે, હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી (Sarkhej Bharti Bapu Ashram Trustee Rishi Bharti) તરીકે સેવા કરું છું. હું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો નથી એવું પણ એમને જણાવાયું હતું.
આ પણ વાંચો-ભારતી આશ્રમ વિવાદ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ બાપુ વિરૂદ્ધ અરજી
શું છે સમગ્ર મામલો -સરખેજ ભારતી આશ્રમ સત્તા (Bharti Ashram Controversy) માટેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ જ વિવાદના કારણે હરિહરાનંદ બાપુ પણ ગુમ થઈ ગયા હતા. તેમણે ઋષિ ભારતી બાપુ પર આ મામલે અનેક ગંભીર આક્ષેપ કર્યા હતા.
સરખેજ ભારતી આશ્રમમાં હુમલો થયાનો ઋષિ ભારતીએ કર્યો હતો આક્ષેપ - અગાઉ ઋષિ ભારતી બાપુએ આક્ષેપ કર્યો હતો કે, 60 જેટલા લોકોએ મળીને સરખેજ ભારતી આશ્રમમાં (Bharti Ashram Controversy) હુમલો કર્યો હતો, જે અંતર્ગત સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિખવાદ ચાલી રહ્યો હતો. ત્યારે ઋષિ ભારતીએ ભારતી બાપુએ કરેલું વિલ (Rushi Bharti Bapu Will) પણ રજૂ કર્યું હતું. જોકે, આ બાબતે શિષ્ય યદુનંદન ભારતીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.