ગુજરાત

gujarat

ETV Bharat / city

Bharti Ashram Controversy: હરિહરાનંદ બાપુ સાચા કે ઋષિ ભારતી બાપુ... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને - Sarkhej Police Station

ભારતી આશ્રમનો વિવાદ હવે પોલીસ સ્ટેશને (Bharti Ashram Controversy) પહોંચ્યો છે. ત્યારે સરખેજમાં આવેલા ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ કેટલાક પૂરાવાની નકલ પણ રજૂ કરી હતી.

Bharti Ashram Controversy: હરિહરાનંદ બાપુ સાચા કે ઋષિ ભારતી બાપુ... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને
Bharti Ashram Controversy: હરિહરાનંદ બાપુ સાચા કે ઋષિ ભારતી બાપુ... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

By

Published : May 10, 2022, 8:49 AM IST

Updated : May 10, 2022, 9:02 AM IST

અમદાવાદઃ ભારતી આશ્રમનો વિવાદ વકરતો જ જાય છે. ત્યારે હવે આ વિવાદ પોલીસ સ્ટેશને (Bharti Ashram Controversy) પહોંચ્યો છે. જોકે, સરખેજ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ કેટલાક પૂરાવાની નકલો પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે ભારતી બાપુએ કરેલી વિલ પણ રજૂ કરી હતી. આ ઉપરાંત ઋષિ ભારતી બાપુએ તેમની પર કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

મારો કોઈ દોષ ન હોવા છતાં દોષિત બનાવ્યોઃ ઋષિ ભારતી

મારો કોઈ દોષ ન હોવા છતાં દોષિત બનાવ્યોઃ ઋષિ ભારતી -ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુ મળી આવતા મે ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ મારો કોઈ ગુનો ન હોવા છતાં મને દોષિત બનાવામાં આવી રહ્યો છે. સાથે જ તેઓ પોતે ભારતી આશ્રમની ગાદીના વારસદાર (Heir to the throne of Bharti Ashram Rishi Bharti) છે તેવું વિલ રજૂ કર્યું હતું.

રખેજમાં આવેલા ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ કેટલાક પૂરાવાની નકલ પણ રજૂ કરી

આ પણ વાંચો-ભારતી આશ્રમ વિવાદ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ બાપુ વિરૂદ્ધ અરજી

ભારતી બાપુએ વર્ષ 2010માં બનાવ્યું હતું વિલ - ઋષિ ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં કોઈ પૂરાવા રજુ કર્યા નથી. વર્ષ 2010માં ભારતી બાપુએ જે વિલ બનાવ્યું હતું. તે હું રજૂ કરું છું. તેમાં લખ્યું હતું કે, મારા બ્રહ્મલીન થયા પછી સરખેજ ભરતી આશ્રમ હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતીને સાધુસંતોના રીતિરિવાજ મુજબ (Heir to the throne of Bharti Ashram Rishi Bharti ) ગાદી સોંપવામાં આવે તેવો વિલ રજૂ કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હરિહરાનંદ બાપુ લોકોને દબાવીને રાખે તે કેટલું યોગ્ય છે.

ભારતી આશ્રમનો વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો

આ પણ વાંચો-Bharti Ashram Controversy : ભારતી આશ્રમની સરખેજ ગાદી વિવાદ અંગે બેઠક, જાણો કોણ અને ક્યાં કરશે બેઠક

સરખેજ આશ્રમ પર થયો હતો હુમલો - ઋષિ ભારતીએ તેમની પર થયેલા આક્ષેપોના (Bharti Ashram Controversy) ખૂલાસા કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2009માં બાપુએ મને ગુરુમંત્ર આપ્યો હતો, પરંતુ હરિહરનંદ ભારતી બાપુ માનસિક રીતે બધાને દબાવી રાખે. તે કેટલું યોગ્ય તે મને ખબર પડતી નથી. અગાઉ પણ ભારતી આશ્રમ પર યદુનંદે હુમલો કર્યો હતો. યદુનંદ સામે હૈદરાબાદમાં અનેક પોલીસ કેસ છે, જેણે ભારતી આશ્રમમાં 60 માણસો લાવીને હુમલો કર્યો હતો. તે અંતર્ગત સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઋષિ ભારતી બાપુએ તેમની પર કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

સરખેજની બેન્કમાં નવું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું -સરખેજમાં બેન્ક એકાઉન્ટના આક્ષેપ (Bharti Ashram Controversy) પર તેમણે જણાવ્યું હતું કે, ભારતી આશ્રમના છાત્રાલયમાં રહેતા બાળકો જે બહારગામના ગરીબ બાળકો રહે છે અને તે છાત્રાલયનો વહીવટ યોગ્ય રીતે કરી શકાય તે માટે નવું બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ ઠરાવમાં ભારતી બાપુની સહી પણ જોવા મળી આવે છે.

ભારતી આશ્રમનો વિવાદ વકરતો જ જાય છે

ટ્રસ્ટી ભારતી આશ્રમનો હિસાબ આપતા નથી -ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓ આ અંગે કોઈ જવાબ આપતા નથી. તેઓ ભંડારાની ચાવી પણ લઈને જતા રહ્યા છે. અવંતિકા બાપુના ભંડારમાં જે લોકો સેવા આપતા હતા, તે લોકોને ટ્રસ્ટી ફોન કરીને સેવા ન આપવાની જાણ કરી હતી તેવો આક્ષેપ કર્યો હતો.

સરખેજમાં આવેલા ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ કેટલાક પૂરાવાની નકલ પણ રજૂ કરી

ઉચ્ચતમ કક્ષાએ તાપસ કરવામાં આવે તેવું માગણી -ઋષિ ભારતીએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે અને કોર્ટમાં જે નિર્ણય આવશે. તે મને સ્વીકાર છે. જો કોર્ટ અને દોષિત માનશે. તો હું જે પણ સજા મળશે તે ભોગવવા તૈયાર છું અને પહેરેલા કપડે હું આશ્રમથી બહાર નીકળી જઈશ, પરંતુ ભારતી બાપુની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચવી જોઈએ.

Last Updated : May 10, 2022, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details