ગુજરાત

gujarat

ETV Bharat / city

G-23 નેતાઓને ભરતસિંહ સોલંકીની સલાહ, પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવો - Senior Leader

દેશના પાંચ રાજ્યોમાં થોડા જ સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાશે, જેની અસર ધીમે ધીમે વર્તાઈ રહી છે. જોકે, ચૂંટણી પહેલા કોંગ્રેસના G-23 નેતાઓએ કોંગ્રેસ સામેં જ બાંયો ચડાવી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ G-23ના સિનિયર નેતાઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, જે રીતે તેમને અત્યાર સુધી પોતાનો સમય આપ્યો છે તેમ આવનારી ચૂંટણીમાં પણ તેઓ પ્રજા વચ્ચે જઈને પક્ષના એકજૂથતામાં વધારો કરવાની અપીલ કરી હતી.

G-23 નેતાઓને ભરતસિંહ સોલંકીની સલાહ, પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવો
G-23 નેતાઓને ભરતસિંહ સોલંકીની સલાહ, પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવો

By

Published : Mar 5, 2021, 3:38 PM IST

  • G-23ના નેતાઓ પર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો પ્રહાર
  • અનુભવી નેતાઓને પ્રાર્થના કે તેઓ કોંગ્રેસને મજબૂત કરવા કામ કરેઃ ભરતસિંહ
  • હિમ્મત હોય તો પાંચ રાજ્યોમાં જઈને તાકાત લગાવોઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદઃ એક તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના G-23 નેતાઓ કોંગ્રેસથી જ મોઢું ચડાવીને કાશ્મીરમાં જઈને બેઠા છે. ત્યારે હવે આ અંગે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, G-23 નેતાઓ દેશભરના કાર્યકર્તાઓને પક્ષમાં સંગઠન, એકતામાં ભાગીદારી કરવામાં મદદરૂપ થવું જોઈએ. આ G-23 નેતાઓએ પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવવી જોઈએ.

આ પણ વાંચોઃવડોદરા જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં ધનોરા ગામના લોકોનો હોબાળો

હિમ્મત હોય તો પાંચ રાજ્યોમાં જઈને તાકાત લગાવોઃ ભરતસિંહ સોલંકી

G-23 નેતાઓ કોંગ્રેસને મજબૂત કરવામાં પોતાની ભાગીદારી આપેઃ ભરતસિંહ

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી ભરતસિંહ સોલંકીએ G-23 નેતાઓને ટોણો માર્યો છે કે તાકાત હોય તો આ પાંચ રાજ્યમાં જઈને તાકાત બતાવો. ભરતસિંહે જણાવ્યું કે, G23ના લીડરને દેશના તમામ કાર્યકર્તાઓ તરફથી મારી પ્રાર્થના છે કે આપ સૌ એક લક્ષ્ય તરીકે દેશની લોકશાહી બચાવવા કામ કરો. જે રીતે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સૌને સાથે લઈને કામ કરી રહી છે ત્યારે હું અપેક્ષા રાખું છું કે દરેક રાજ્યમાંથી એક જોરદાર અવાજ એકતા, સંગઠન અને એકતા સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પક્ષ મજબૂત કરવામાં પોતાની ભાગીદારી આપે.

બંધારણને તોડી મરોડી શાસન કરવાની પદ્ધતિને બદલાની જરૂર, ભરતસિંહનો ભાજપ પર પ્રહાર

ભારતસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે, હું જયારે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળું છું તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસનો અવાજ બને તેવી ઈચ્છા વ્યકત કરતા હોય છે. નામ ન આપી પરંતુ આડકતરી રીતે ભાજપ ઉપર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે અંગ્રેજોની જેમ શોષણ કરવું અને બંધારણને તોડી મરોડી શાસન કરવાની પદ્ધતિને બદલવાની જરૂર છે.

આ પણ વાંચોઃમોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ

ABOUT THE AUTHOR

...view details