અમદાવાદઃ સો દિવસથી કોરોના સામે લડનાર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને આજે હોસ્પિટલમાંથી મળી છે. ભરતસિંહ સોલંકીએ કોરોનાવાયરસને મહાત આપી ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર નવા પ્રાણ ફૂંક્યાં છે. એશિયામાં સૌથી લાંબી કોરોના સારવાર ચાલી હોય તો તે ભરતસિંહ સોલંકીની છે, જેઓ 100 દિવસથી વધુની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયાં છે. ભરતસિંહને 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં અને 30 જૂનથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં ભરતસિંહ સોલંકીએ ડિસ્ચાર્જ બાદ ડોક્ટર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
101 દિવસનો કોરોના જંગ જીતી ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયામાં સૌથી લાંબી કોરોના સારવાર લેનારા કોંગ્રેસી નેતા - કોરોના
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ સોલંકી આખરે 100 દિવસથી વધુ સમય કોરોના સામે જંગ લડીને માત આપી ચૂક્યાં છે. તેઓ 100 દિવસથી વધુ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં ત્યારે આજે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં કોંગ્રેસના કાર્યકરો તેઓને લેવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તેમની સારવાર માટે કહેવાય છે કે એશિયામાં સૌથી લાંબી કોરોનાની સારવાર માનવામાં આવી રહી છે. 101 દિવસનો કોરોના જંગ જીતી ભરતસિંહ સોલંકી થયાં ડિસ્ચાર્જ
તેમણે જણાવ્યું હતું કે આજે મને ફરી ધરતી પર જીવનદાન એક નવું મળ્યું છે તબીબોની અથાગ મહેનતથી હું આજે છું તબીબોએ એક મોટો દાખલો બેસાડયો છે. રાજ્ય અને કાર્યકર્તાઓએ દુવાઓ કરી મને પ્રેમ આપ્યો આટલા લાંબા સમય સુધી વિકટ પરિસ્થિતિનો સામનો અને સમય પસાર કરવો પડ્યો હતો. તબીબોએ સતત અમેરિકાના તબીબો સાથે સંપર્ક કરીને અનેક પ્રયત્નો કર્યાં જેના કારણે આજે મને નવું એક જીવનદાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન અનેક પ્રશ્નો મેડિકલ અને સાયકોલોજી પ્રશ્નો ઊભા થયાં હતાં હોસ્પિટલમાં હતો ત્યાં સુધી હું જીવીશ કે મરી જઈશ એનો પણ મને જરા પણ ખ્યાલ આવતો ન હતો આ અંગે થઈ રોજ અવનવા વિચારો મને આવતાં હતાં. દવાઓથી માંડીને તમામ બાબતોમાં તબીબોએ કોઈ પાછી પાની કરી નથી.તબીબોએ અથાક મહેનત કરી અને તેનું પરિણામ આજે મને અને મારા પરિવારને મળ્યું છે.
તેમણે કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રોત્સાહન આપતાં જણાવ્યું કે આ બીમારીમાં કોઈએ પણ હિંમત હારવાની જરૂર નથી. મને લાગતું હતું કે કંઈ નહીં થાય હું લોકો વચ્ચે છૂટથી ફરતો હતો પણ લોકોએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સારવાર દરમિયાનના મારા ફોટામાં મારું આખું શરીર હાડપિંજર બની ગયું હતું પરંતુ આજે જુઓ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. મારો અવાજ થોડો બેસી ગયો છે પરંતુ કોરોનામાં અનેક ખામીઓ રહી જાય છે તેવી જ એક ખામી કદાચ આ રહી ગઈ હશે. પરંતુ ડોક્ટરોએ મને વિશ્વાસ આપ્યો છે કે થોડાક સમય બાદ મારો અવાજ પણ સ્વસ્થ થઈ જશે. મારા વજનમાં ઘટાડો થયો છે હું આખી રાતોની રાત હોસ્પિટલની દીવાલો અને લાઈટો જોયા કરતો હતો. તેથી ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી ત્યારે મેં ભગવાન ભરોસે બધું છોડી દીધું હતું. પરંતુ આ બીમારીમાંથી સાજા થયા પછી મારો આત્મવિશ્વાસ આજે વધી ગયો છે. અનેક મુશ્કેલી વચ્ચે હું જીવ્યો છું જે લોકો માસ્ક નથી પહેરતાં તે લોકો માટે હું એક સલાહ આપું છું કે હવેથી માસ્ક પહેરવું જોઈએ.જે લોકો માસ્ક નથી પહેરતાં તેમના માટે જણાવ્યું કે તે લોકો મારી સલાહ અને પ્રાર્થના માસ્ક પહેરજો. માસ્ક પહેરવું કોઈ અઘરું કામ નથી. માસ્ક પહેરશો તો કોરોનાનું સંક્રમણ અટકશે. કોરોનાનું સંક્રમણ ક્યારે જશે તે ખબર નથી. હું રાજ્યસભાની ચૂંટણી વખતે હું ઓવર કોન્ફિડન્સમાં હતો પણ તાવ આવ્યો એટલે મેં રિપોર્ટ કરાવ્યો અને પછી આ જ દિવસ સુધીની સ્થિતિ જોઈ શકો છો. હું રાજનીતિમાં પરત ક્યારે ફરીશ હું નથી જાણતો જેમ સારવાર દરમિયાન સમય લાગ્યો તેમ રાજકારણમાં પણ હવે સમય લાગશે તેવું એક બાબત ખૂબ સ્પષ્ટ છે. તો બીજી તરફ રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા અહમદ પટેલે આજે ટેલિફોનિક ખબરઅંતર પૂછ્યાં હતાં.
ભરતસિંહ સોલંકીની સારવાર કરનાર ડો અમિત પટેલ અને તેમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે ભરતસિંહ સોલંકીની સો દિવસથી વધુ સારવાર ખૂબ મોટી વાત કરવામાં આવી રહી હતી. 101 દિવસ બાદ પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ સોલંકી કોરોનાને મહાત આપી ફરી એકવાર રાજકીય દાવપેચ માટે તૈયાર થઈ ગયાં છે.
ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલા ડોક્ટર સાથે ETVBharat સંવાદદાતા પાર્થ શાહની વાતચીત દરમિયાન જણાવ્યું કે સારવારમાં ઘણા મેડિકલ ચેલેન્જ સામે આવ્યાં હતાં. ભરતસિંહને જ્યારે સિમ્સમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમની તબિયત ખૂબ વધારે ખરાબ હતી અને તેમના ફેફસાંમાં પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ ગયું હતું. ત્યારબાદ તેઓને બાયપેપનો સહારો અપાયો હતો. જોકે તેનાથી રિકવરીમાં ફેરફાર ન આવતાં આખરે તેમને 51 દિવસ જેટલા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં.પછી પણ તેમનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન થતું ન હતું અને ફેફસાં પણ વર્ક કરતાં ન હતાં. ભરતસિંહને એકવાર પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી અને રેમડીસીવીર ઇન્જેક્શન પણ આપવામાં આવતાં હતાં. તેમની સારવારમાં સમયે ઘણી મેડિકલ સમસ્યાઓ પણ સામે આવી હતી જેના માટે અમેરિકાના નિષ્ણાત તબીબોની સલાહ પણ લેવામાં આવી હતી. આ જે સમસ્યાઓ સામે આવી તેમાં તેના પર કોરોનાની સારવાર કરતાં પણ ઘણું અમને શીખવા મળ્યું છે અને જેથી હવે અન્ય કોરોના દર્દીને સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. ભરતસિંહને અસ્થામાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. તેઓની તબિયત એટલી નાજૂક હ કે 90 ટકા ઓક્સિજન વેન્ટિલેટર થકી અપાઇ રહ્યું હતું. હાર્ટ, કિડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતાં પણ વધારે પડતા નબળાં હોવાથી ઉપરના ઓક્સીજનની જરૂરિયાત વધતી જતી હતી જેના કારણે તેઓને સતત ઓક્સિજન આપવું પડતું હતું.
ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકી 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયાં હતાં. તેઓનો 22 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 30 જૂનથી જોશી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. પરંતુ 101 દિવસની સારવાર બાદ તેઓએ કોરોનાને હરાવ્યો છે. તેમનું સ્વાસ્થ્ય સારું થવા પાછળ તેમને પોતાને વિશ્વાસ આવી ગયો છે કે કોઈ એક ચમત્કાર જ થયો છે જેણેે આજે તેમનું જીવન બચાવ્યું છે. જે ઉદાહરણ સામાન્ય લોકોને સારી રીતે સમજાવી રહ્યું છે.
ETVBharat પણ સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને જ નીકળે. સાથે જ સોશિયલ distancing પણ ખૂબ મહત્વનું છે કારણ કે દિવસે દિવસે કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય પ્રિકોશન્સ રાખવા ખૂબ જરૂરી છે. કારણ કે એક નાનકડી ભૂલ કદાચ બહુ મોટું પરિણામ આપી શકે છે.