સવાલ: અટલજીને આપ તેમની જન્મતિથિએ કેવી રીતે યાદ કરો છો?
જવાબ: પોતાના જન્મદિને (97th birth anniversary of Atal Bihari Vajpayee) અટલજી (Bharat Pandya about Atal Bihari Vajpayee) એક કડી હંમેશા કહેતા, "હર 25 દિસંબર કો એક નયી સીડી ચઢતાં હું, નયે મોડ પર ઓરો સે કમ, ખુદ સે જ્યાદા લડતા હું." હું પહેલી વખત 8 જુલાઇ 1984માં સાબરકાંઠાના તલોદમાં અટલજીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતો, ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ (Unveiling of the statue of Subhash Chandra Bose) કરવાનું હતું. તે સમયે નગરપાલિકામાં ભાજપ સરકાર, રાજ્ય અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સરકાર હતી. આથી પ્રતિમાના સ્થાનને લઈને વિવાદ થયો. જેની પાછળ છ મહિના વીતી ગયા, પ્રતિમાનું અનાવરણ થયું નહીં. છ મહિના બાદ અટલજી અહીં આવ્યા તે સમયે વરસાદ હતો, હજારો લોકો ભેગા થયા હતા. અટલજીનું પહેલું વાક્ય હતું કે, આ જમીન નગરપાલિકાની હોય, જિલ્લા પંચાયતની હોય કે રાજ્ય સરકારની હોય પરંતુ સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) સપૂતનો ભારતના છે આવા ઉમદા તેમના વિચાર હતા.
સવાલ: અટલજીનું જીવન કૃષ્ણ નામ સાથે કેટલું સંલગ્ન છે ?
જવાબ: અટલજીનું જીવન (Atal Bihari Vajpayee birth anniversary) અને મૃત્યુ કૃષ્ણ સાથે સંલગ્ન છે. તેમની માતાનું નામ કૃષ્ણાજી અને પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી (Krishna Bihari Vajpayee) હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના બટેશ્વરમાં થયો જે પ્રાચીન કૃષ્ણની નગરી છે. તેમનું મૃત્યુ 10, કૃષ્ણ મેન રોડ ઉપર થયું હતું.
સવાલ: અટલજીની શરૂઆતની રાજકીય યાત્રા વિશે જણાવશો ?
જવાબ: 1942માં 'હિંદ છોડો' ચળવળ દરમિયાન તેઓ અંગ્રેજોની સામે ગાંધીજી સાથે ઉભા રહ્યા, તેમણે 24 દિવસ જેલમાં ગાળ્યા, 1951માં જનસંઘની સ્થાપનાના સભ્ય રહ્યા, 1957માં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા, 1957- 77માં સંસદીય પક્ષના નેતા રહ્યા, 1967-73 દરમિયાન દીનદયાળ ઉપાધ્યાય બાદ જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા.
સવાલ: અટલજીએ શું કહ્યું મોરારજી દેસાઈ વિશે ?
જવાબ: કટોકટી બાદ અટલજી ગુજરાત આવ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર તેમણે પદ્મશ્રી લેખક વિષ્ણુ પંડ્યાને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, મોરારજી દેસાઈથી મને પ્રેમ છે. તેમણે લખ્યું હતું કે, "નજર નીચી કમર સીધી, ચમકતા રોફ સા ચહેરા, બૂરા માનો ભલા માનો, વહી તેજી વહી નખરા."
સવાલ: શું હતો કાંકરિયાનો રમૂજી પ્રસંગ ?
જવાબ: અટલજી કાંકરિયા આવ્યા હતા અને રાત્રીના બે વાગ્યા સુધી લોકો સાથે બેઠા હતા. બધા કહેતા હતા કે, અટલજી તમે આગળ વધો અમે તમારી સાથે છીએ. ત્યારે તેમણે રમૂજમાં કહ્યું હતું કે, હવે આ સ્ટેજ પરથી વધુ આગળ વધીશ તો પડી જઇશ.
સવાલ: અટલજીની હાજર જવાબી કેવી હતી ?
જવાબ: અટલજીને જ્યારે યુનાઇટેડ નેશન્સમાં (Atalji at the United Nations) જવાનું થયું ત્યારે ભારતના પાકિસ્તાન સાથે સંબંધ વધુ ખરાબ હતા. એકવાર પત્રકારોએ અટલજીને પૂછ્યું કે, તમે યુનાઇટેડ નેશન્સમાં જાવ છો તો પરવેઝ મુશર્રફને હાથ મિલાવશો ? ત્યારે વાજપેયીએ પત્રકાર સાથે હાથ મિલાવીને કહ્યું કે, હું તમારી વાત સાથે હાથ મિલાવું છુ. આમ અટલજી હાજર જવાબી હતા.
સવાલ: રાષ્ટ્રીય અધ્યક્ષ પદ વિશે તેમના વિચારો શું હતા ?
જવાબ: જનસંઘની જનતા મોરચામાં વિલીનીકરણ થયું, 6 એપ્રિલ 1980 ભાજપની સ્થાપના થઈ, મુંબઈની ચોપાટી પર સમતાનગરમાં પહેલું અધિવેશન યોજાયું ત્યારે અટલજીએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નહીં, પરંતુ દાયિત્વ છે. પ્રતિષ્ઠા નહીં, પરંતુ પરીક્ષા છે. તે સત્કાર નહીં પરંતુ ચુનોતી છે. જનતાના સહયોગથી જવાબદારી સહન કરવાની શક્તિ અને વિવેક ઈશ્વર મને આપે.
સવાલ: શું હતી અટલજીની ભવિષ્યવાણી ?
જવાબ: આ પ્રસંગે અટલજીએ કહ્યું હતું કે, પશ્ચિમ ઘાટના મહાસાગરના કિનારા પર ઊભો રહીને હું એ ભવિષ્યવાણી કરું છું કે, અંધારું દૂર થશે, સૂર્ય ઊગશે અને કમળ ખીલશે. 1980ના સોળ વર્ષ બાદ 1996માં આ ભવિષ્યવાણી સાચી પડી. તેઓ વડાપ્રધાન બન્યા. પ્રથમ 13 દિવસ, ત્યારબાદ 13 મહિના અને બાદમાં પાંચ વર્ષ તેમણે સાશન કર્યું હતું.