અમદાવાદ: શિયાળો શરૂ થતાની સાથે તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળે છે. શિયાળા (Winter Season In India 2021)માં સામાન્ય રીતે સવારે ઊઠતાની સાથે ઘણા લોકોને ગળામાં દુખાવો થાય છે. આ ઉપરાંત શરદી, કફ જામી જવો, અવાજ બદલાઈ જવો અને ગળામાં બળતરા થવી વગેરે જેવી સામાન્ય તકલીફ ઊભી થતી હોય છે. આ તમામ સમસ્યાઓ સામે કેવી રીતે રાહત (winter health and safety tips) મેળવી શકાય, તેનો જવાબ ETV ભારતે સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગ (sola civil hospital ayurvedic department)ના મેડિકલ ઓફિસર પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો છે.
શું કહે છે આયુર્વેદના નિષ્ણાંત?
સોલા સિવિલ હોસ્પિટલ (sola civil hospital ahmedabad)ના આયુર્વેદિક વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઈન્દ્રજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઠંડીના કારણે છીંકો આવવી, ગળાના ભાગે દુખાવો થવો, શરદી અને, કફ, માથાનો દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય છે. એવામાં સવારે ઊઠતાની સાથે 2 ગ્લાસ ગરમ પાણી (warm water benefits) પીવું હિતાવહ છે. આદુ, તુલસી અને ફુદીનાનો ઉકાળો બનાવીને પણ પીવો જોઇએ. આ સાથે શિયાળામાં ચમનપ્રાસનું સેવન (benefits of chyawanprash in winter) કરવું જોઈએ. ચમનપ્રાસમાં એ તમામ સામગ્રીઓ હોય છે જે શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી છે.