- શ્રાવણ મહિનો 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી
- શ્રાવણ માહિનામાં આ વખતે પાંચ સોમવાર
- આ માહિનામાં થયું હતુ શિવ અને શક્તિનું મિલન
અમદાવાદ: હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ(Shravan) મહિનો 9 ઓગસ્ટ સોમવારથી શરૂ થાય છે. આ શ્રાવણ મહિનો 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્ત શિવ ભગવાનની પૂજા કરતા હોય છે. આ શ્રાવણ મહિનામાં સોમવતી અમાસ આવે છે. તે ઉપરાંત શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને જળ અને બીલીપત્ર અર્પણ કરવાનું પણ મહત્વ હોય છે.
આ પણ વાંચો- જાણો કોરોનાની મહામારી દરમિયાન સોમનાથમાં કેવો રહ્યો શ્રાવણ...
શ્રાવણ માસ શિવ શંકરને વધુ પ્રિય
જ્યોતિષાચાર્ય ડો.હેમીલ લાઠીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, આ શ્રાવણ(Shravan) મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેમાં બે સુદ પક્ષમાં અને ત્રણ વદ પક્ષમાં આવશે. સ્કંદપુરાણમાં ભગવાન શિવ કહે છે કે, મારી પ્રિય (સતી) જ્યારે તેમના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહને હોમી દે છે. તે બાદ જ્યારે તે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે ફરી જન્મ લે છે અને તેમની તપસ્યા દ્વારા મને શ્રાવણ મહિનામા તે પ્રાપ્ત થાય છે. આમ શિવ અને શક્તિનું શ્રાવણ મહિનામાં પુનઃ મિલન થયું હોવાથી તે શિવને અત્યંત પ્રિય છે.
સ્વાર્થ અને મોહ છોડીને મહાદેવની આરાધના કરવી