- કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ
- પહેલા દિવસે 35 થી 40 ટકા હાજરી સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કોલેજે પહોંચ્યા
- વેલેન્ટાઈન ડે વીકમાં કોલેજોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી
કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ
અમદાવાદ: કોરોનાના કારણે 10 મહિનાથી વધુ સમય બંધ પડેલા સ્કૂલો અને કોલેજોના કેમ્પસ ફરી ધમધમતા થયા છે. જેમાં જાપાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કોલેજ પહોંચ્યા હતા. આ સાથે વેલેન્ટાઈન ડે વીકમાં કોલેજ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી અનુભવી હતી. ત્યારે પહેલા દિવસે ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓની 35 થી 40 ટકા હાજરી જોવા મળી હતી.
કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કોલેજો દ્વારા કરવામાં આવ્યું
કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થયાના પહેલા દિવસે 35 થી 40 ટકા હાજરી સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કોલેજે પહોંચ્યા હતા. રાજ્યમાં વેલેન્ટાઈન ડે વીકમાં કોલેજોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. ત્યારે કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કોલેજો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ઓનલાઇન શિક્ષણમાં કોમ્યુનિકેશન તકલીફ આવતી હતી. ઓફલાઇન વર્ગો શરૂ થતાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો. જેમાં કોલેજોમાં વિદ્યાર્થીનું ચેકીંગ કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવે છે. કોલેજો દ્વારા વિદ્યાર્થીને કોરોના અંગે સમજણ પણ આપવામાં આવે છે.
કોલેજો શરૂ થતાં કેમ્પસો ફરી ધમધમતા થયા
રાજ્યમાં કોલેજો શરૂ થતાં કેમ્પસો ફરી ધમધમતા થયા છે. વિદ્યાર્થીઓમાં પણ વર્ષ બાદ મિત્રોને મળીને ખુશી છવાઈ હતી. ત્યારે પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, આજથી વિદ્યાર્થીઓને ભણતર સાથે ઘડતરના પણ પાઠ ભણાવીશું. ત્યારે હવે સરકાર દ્વારા આવતા વીકમાં ધોરણ 5 થી 8 વર્ગો પણ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જેમાં કોરોના બાદ હવે શૈક્ષણિક કાર્ય ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે.