અમદાવાદ: આ વખતે પ્રથમવાર રથયાત્રા સાદાઈથી યોજાવાની છે તેમાં ભક્તો ભાગ લેશે નહીં અને ફક્ત ૨૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. રથયાત્રાનો નિયત સમય પણ ઓછો કરવામાં આવ્યો છે જેના પગલે આ વર્ષે પહેલીવાર મામેરાંના યજમાન કોઈ વ્યક્તિ નહીં પરંતુ આખું સરસપુર ગામ બન્યું હતું. ગામના લોકો ભેગાં થઈ આ વર્ષે ભગવાનનું મામેરું કર્યું છે.
રથયાત્રા પૂર્વે શહેરના સરસપુર મંદિરમાં ભગવાનનું મામેરું યોજાયું - જગન્નાથજી મોસાળું
શહેરમાં આગામી અષાઢી બીજના રોજ એટલે કે 23મી જૂને ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાવાની છે. જે પહેલાં આજે ભગવાનના મોસાળ સરસપુરના રણછોડ મંદિર ખાતે મામેરું યોજવામાં આવ્યું હતું.
રથયાત્રા પૂર્વે શહેરમાં સરસપુર મંદિરમાં ભગવાનનું મામેરું યોજાયું
જો કે, મહામારી કોરોનાને કારણે ભક્તોને દર્શન કરવા મળ્યાં નથી. માત્ર ભગવાનનું મામેરું કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગેના આયોજન અંગે સરકાર વિચારણા કરી રહી છે, જે અંગે થોડા સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.