ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદીની અમદાવાદની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના માર્ગો પર રંગરોગાન શરૂ - પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑકટોબરના અંતમાં અમદાવાદથી કેવડીયા નર્મદા ડેમ સુધી સી પ્લેનથી ઉડાન ભરશે. શહેરના ચંદ્રનગર- વાસણા પાસે આવેલા બ્રિજ નીચેના ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પૂર્વે રંગરોગાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વડાપ્રધાનની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના માર્ગો પર રંગરોગાન શરૂ
વડાપ્રધાનની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના માર્ગો પર રંગરોગાન શરૂ

By

Published : Oct 20, 2020, 7:56 PM IST

  • વડાપ્રધાનની મુલાકાત પૂર્વે તડામાર તૈયારીઓ
  • આંબેડકર બ્રિજ નીચે પેઇન્ટિંગ કરાયું
  • રિવરફ્રન્ટના રસ્તાઓનું રંગરોગાન શરૂ

    અમદાવાદઃ સાબરમતી પરના રિવરફ્રન્ટને સી પ્લેન રૂપે એક નવું આકર્ષણ મળવા જઇ રહ્યું છે. નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કની એકદમ નજીક સી પ્લેન માટેનું કાર્યાલય અને જેટી તૈયાર કરવામાં આવી છે. સી પ્લેનની અમદાવાદથી કેવડીયાની ઉડાન અને નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના ડિવાઇડરનું રંગરોગાન ઝડપી કરવામાં આવી રહ્યું છે. એક આડવાત કે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાત સંભાળતાં હતાં ત્યારે તેમની જે સ્થળે મુલાકાત હોય તેની આગોતરી જાણ નાગરિકોને આ રીતે જ થતી રહેતી હતી.
    શહેરના અન્ય વિસ્તારોમાં પણ રંગરોગાન કરી સુંદરતા વધારવાનો પ્રયત્ન
  • એ સમયની યાદ આવે તેવા દ્રશ્યો

અમદાવાદ શહેરના માર્ગોની સુંદરતા વધે, બાગબગીચા સ્વચ્છ બને, તંત્ર બરાબર કામ કરતું દેખાય, સફાઈની કામગીરી થતી દેખાય એટલે અમદાવાદના નગરજનો તંત્રની કોઇ જાહેરાત વિના જાણી લેતાં હતાં કે, નક્કી સીએમ મોદી અહીં આવશે કે અહીંથી પસાર થશે. હવે તો પીએમ તરીકે તેમની સત્તાવાર મુલાકાત હોય ત્યારે રિવરફ્રન્ટ પણ બન્યાં પછીના વર્ષોમાં ધસારાને લઇને ઝંખવાયો હતો તે પણ આ સાથે નવો-નવો દેખાવા લાગશે એ નક્કી છે.

રિવરફ્રન્ટ પાસેના માર્ગોની સુંદરતામાં લાગી રહ્યાં છે ચાર ચાંદ
  • આ ઉપરાંત અહીં પણ થઈ રહ્યાં છે રંગરોગાન

ઉસ્માનપુરા, પાલડી, વાસણા પાસેના રિવરફ્રન્ટના ડિવાઇડર પર મોટી સંખ્યામાં કલરકામના કારીગરો કામ કરી રહ્યાં છે. સી પ્લેનની જેટી નજીક આવેલા બાબાસાહેબ આંબેડકર બ્રિજ નીચેની જગ્યાઓને સ્વચ્છ કરી સુંદરતા આપવાના પ્રયાસ થઇ રહ્યાં છે. વૃક્ષ, વેલા, છોડને પણ કારીગરો આકાર આપી રહ્યાં છે. પીએમ મોદી સ્વચ્છતાના પહેલેથી આગ્રહી રહ્યાં છે અને નગર સુશોભિત હોય તે માટે સતત ધ્યાન આપતાં રહ્યાં છે ત્યારે સી પ્લેનની તેમની આ ઉડાન સાથે દેશભરમાં પણ અમદાવાદનો પ્રવાસન નકશો વધુ સમૃદ્ધ બનવા જઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details