- અમદાવાદમાં પોલિસ કાફલાને દોડાવતો વીડિયો વાઈરલ
- બાળકો અને યુવાનો દ્વારા પોલીસને હેરાનગતિ
- વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં પોલીસ હરકતમાં
અમદાવાદઃ શહેરમાં રાત્રિ કરફ્યુનું પોલીસ દ્વારા પૂરેપૂરું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આથી 9 વાગ્યા પહેલાં જ લોકો કરફ્યુ પાલન કરે તે માટે 8 વાગ્યા બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકો અને યુવકો પોલીસને બૂમો પાડીને દોડાવી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
બૂમો પાડીને અને નાચીને પોલીસને પડકાર
શહેરના દરિયાપુરના ચાચરવાડ વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસની ગાડીઓ ગલીઓમાં આવે છે, ત્યારે બાળકો અને યુવકો પોલીસની ગાડીઓ સામે નાચી રહ્યા છે. તેમજ ચિચિયારીઓ પડી રહ્યા છે. તેમજ ગાડી આવતા જ બાળકો અને યુવકો નાસી જાય છે. મોટી સંખ્યામાં બાળકો માસ્ક વગર પોલીસ સામે પડકાર ફેકે છે, તેમજ પોલીસ બાળકોની પાછળ દોડે છે.