રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA - મધ્યપ્રદેશ
રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે તેવામાં સરકારી હોસ્પિટલોમાં પથારીઓ અને ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેન્ટરની સંખ્યા ઓછી પડી રહી હોવાનું સામે આવ્યું છે. તેવામાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખનું એવું નિવેદન આવ્યું છે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ અમદાવાદની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેના કારણે શહેરના કોવિડ19 દર્દીઓ માટે પથારીઓ અને વેન્ટિલેટર ખૂટી પડ્યાં છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધુ પ્રમાણમાં કરવામાં આવી રહ્યામ છે. બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશને પણ બહારથી આવતાં મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ઘટસ્ફોટ કર્યો છે. શહેરની હોસ્પિટલમાં અન્ય રાજ્યના દર્દીઓને વધુ સારવાર આપતાં અમદાવાદીઓને બેડ મળી રહ્યાં નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં છે.