અમદાવાદઃ વકીલોને કોઈ બીમારી, માંદગી કે મૃત્યુના સમયે ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય કરવાની જોગવાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલા વેલફેર ફંડમાંથી ચૂકવવાની જાહેરાત કરાઇ હતી.
BCG: વેલફેર ફંડના લાભ માટે નોંધણી કરાયેલા 43 હજાર પૈકી 24 હજાર વકીલોએ રિન્યુઅલ ફી નથી ભરી - ગુજરાત હાઈકોર્ટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલફેર ફંડનો વિવાદ હજી પણ શમ્યો નથી. બે વર્ષ અગાઉ આમ પણ નિયમિત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે રાજ્યના 88 હજાર પૈકી 43 હજાર વકીલો તેના સભ્ય બન્યાં અને તેમાંથી 24 હજાર જેટલા વકીલોએ રિન્યુઅલ ફી ભરી નથી. જેથી આ વકીલોને વેલફેર સ્કીમનો લાભ ન આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.
BCG: વેલફેર ફંડના લાભ માટે નોંધણી કરાયેલા 43 હજાર પૈકી 24 હજાર વકીલોએ રિન્યુઅલ ફી નથી ભરી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના સમયગાળા દરમિયાન વકીલોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એક વર્ષનું રિન્યુઅલ ફી ન ભરી હોય તેવા વકીલોને સ્કિમ માટે બાકાત રાખી શકાય નહીં. બીજી તરફ દર વર્ષે વકીલોને મળતી રિન્યુઅલ ફીમાંથી ચાલે છે અને તેમાંથી સહાય ચૂકવવામાં આવે છે.