અમદાવાદ:ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફેબ્રુઆરી મહિને રમાનારી વનડે અને ટી20 સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. BCCIએ શ્રેણીની તમામ 6 મેચો માત્ર અમદાવાદ અને કોલકાતામાં (matches will played in Ahmedabad and Kolkata) જ રમાશે તેવું જાહેર કર્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે એક પત્ર બહાર પડ્યો
ભારતીય ક્રિકેટ બોર્ડે (Board of Indian Cricket) શનિવારે એક પત્ર બહાર પડ્યો હતો. જેમાં દેશની બાયો-સિક્યોરિટીને મજબૂત રાખવા માટે થઈ શ્રેણીની મેચોનું સ્થળ 6થી ઘટાડીને માત્ર 2 કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હાલમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને લગભગ દરરોજ ત્રણ લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસનો સમાવેશ થાય છે.
BCCI બોર્ડે શું કર્યો ફેરફાર
12 ફેબ્રુઆરીએ રમાતી ODI મેચ હવે 11 ફેબ્રુઆરીએ રમાશે. IPL 2022 સીઝન માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ થવાની છે. ODI સિરીઝની મેચ અમદાવાદમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ત્યારબાદ બંને ટીમો કોલકાતા માટે રવાના થશે. જ્યાં 16, 18 અને 20 ફેબ્રુઆરીએ T20 શ્રેણીની ત્રણેય મેચો રમાશે.