ગુજરાત

gujarat

By

Published : Sep 18, 2021, 10:51 PM IST

ETV Bharat / city

બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા 21 વર્ષિય યુવકને ઝડપી પાડ્યો, 5 પિસ્તોલ અને 40 કારતૂસ કબ્જે

અમદાવાદ જિલ્લાના બાવળામાંથી પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે પાંચ દેશી હથિયાર અને 40 જેટલી કારતૂસો જપ્ત કર્યા છે.

Gujarat News
Gujarat News

  • બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા એક શખ્સની ધરપકડ કરી
  • પાંચ દેશી હથીયાર અને 40 જેટલી કારતૂસો પોલીસે જપ્ત કર્યા
  • મધ્યપ્રદેશથી હથિયાર આવતા હતા

અમદાવાદ: બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પાંચ દેશી હથિયાર અને 40 જેટલી કારતૂસો પોલીસે જપ્ત કર્યા છે. આરોપી મધ્યપ્રદેશનો હોવાથી હથિયાર લઈને ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવાસ કરતો હતો.

બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા 21 વર્ષિય યુવકને ઝડપી પાડ્યો

શરીર ઉપર હથિયારોને પ્લાસ્ટિકની ટેપમાં લગાવીને છુપાવી રાખ્યા

પોલીસે જ્યારે આરોપીની અંગ જડતી કરી હતી. ત્યારે આરોપી પોતાના શરીર ઉપર હથિયારોને પ્લાસ્ટિકની ટેપમાં લગાવીને છુપાવી રાખ્યા હતા. જેને જોઈને બાવળા પોલીસ દંગ રહી ગઈ હતી. 5 દેશી પિસ્તોલ અને 40 કારતુસ લઈને આરોપી જિતેન્દ્ર કુમાર શોભારામ ભેવર કોને આપવા જતો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી મૂળ અંબાપુરા મધ્યપ્રદેશનો છે. જે કરોલીથી અમરદીપ ટ્રાવેલ્સમાં ગોંડલ તરફ જતો હતો.

આરોપીના રીમાન્ડ પછી વધુ ખુલાસા થવાની શક્યતા

આરોપી જીતેન્દ્રની ઉંમર માત્ર 21 વર્ષની છે. આરોપીની હથિયારને સપ્લાય કરવાની એમો જોતા પોલિસે હવે તપાસમાં એ જોવાનું રહ્યું કે આરોપી અત્યાર સુધીમાં કેટલા હથિયાર કોને અને ક્યાં વેચાણ કર્યા છે. MP થી હથિયારના સોદાગરે જે મોતનો સામાન મોકલ્યો છે એ કોની જિંદગીને ખત્મ કરવા માટે મોકલવામાં આવ્યો છે તે પણ પોલીસ માટે તપાસ કરવી મહત્વની છે. આરોપી માત્ર હથિયારને સપ્લાય કરવામાં કેરિયર તરીકે જ ભૂમિકા હોય તેમ લાગી રહ્યું છે. આરોપીના રીમાન્ડ પછી વધુ ખુલાસા થવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details