ગુજરાત

gujarat

ETV Bharat / city

BAPS જમીન વિવાદ કેસ વકફ ટ્રિબ્યુનલને સોંપવામાં આવતા વિરોધ - Waqf tribunal

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા (BAPS) ખરીદવામાં આવેલી મિલકતનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ આવી પહોંચ્યો છે. BAPSએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના કેસને ગાંધીનગર વકફ ટ્રીબ્યુનલને મોકલવાનો આદેશ પડકાર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

BAPS જમીન વિવાદ કેસ વકફ ટ્રિબ્યુનલ ને સોંપવામાં આવતા વિરોધ
BAPS જમીન વિવાદ કેસ વકફ ટ્રિબ્યુનલ ને સોંપવામાં આવતા વિરોધ

By

Published : Jul 17, 2020, 10:12 PM IST

અમદાવાદ: આ સમગ્ર કેસની વિગત એવી છે કે BAPSએ વર્ષ 1988માં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જગ્યા ખરીદી હતી. કેટલાક લોકોએ આ જગ્યા પર પોતાનો કબજો હોવાનો દાવો કરતા તેમણે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જોકે તેમના તરફથી આ અંગે કોઈ જ રાહત આપવામાં આવી નથી.

આ વર્ષે કોર્ટે આ કેસને વકફ ટ્રીબ્યુનલની સત્તા હેઠળ તબદીલ કર્યું હતું. જો કે BAPSએ આ આદેશને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી છે જે મુદ્દે કેટલીક વ્યક્તિઓને નોટિસ પણ પાઠવામાં આવી છે.

BAPS તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વકફ ટ્રીબ્યુનલને સાંભળવાની સત્તા ન હોય તેમ છતા આ કેસ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી સિવિલ કોર્ટમાં થવી જોઈએ. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે વકફ કાયદો 1995માં અસ્તિત્વમાં આવ્યું છે. જ્યારે આ કેસ 1988માં સીટી સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ કેસને પરત સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં મોકલવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details