- ગ્રાહક કોર્ટમાં કેમ વધી રહ્યો છે બેકલોગ
- ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં મનપામાં બેકલોગ વધુ
- સામા પક્ષ તરફથી ગ્રાહક કોર્ટમાં જવાબ રજૂ ન કરાતા વિલંબ
અમદાવાદ:રાજ્યોની મુખ્ય ચાર મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વાત કરીએ તો અન્ય જિલ્લાઓની બેકલોગ (Backlog in Gujarat's Consumer Court) સામે ઘણો વધુ છે. માત્ર અમદાવાદમાં જ 8247 કેસો પેન્ડિંગ છે. સુરતમાં 4945, વડોદરામાં 5425 અને રાજકોટમાં 1350 કેસ પેન્ડિંગ છે.
શું કહે છે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિનાં પ્રમુખ મુકેશ પરીખ?
વર્ષ 1990થી આજદિન સુધી ગુજરાતમાં જુદા જુદા જિલ્લામાં આવેલી ગ્રાહક કોર્ટમાં કુલ 2,71,931 અરજીઓ આવી છે. જેમાંથી કુલ 34,178 કેસ પેન્ડિંગ પડ્યા છે. ગ્રાહક કોર્ટમાં કેસ પેન્ડિંગનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે ETV BHARATની ટીમ અમદાવાદના ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ પાસે પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગ્રાહક જ્યારે કોર્ટમાં ફરિયાદ કરે છે ત્યારે સામા પક્ષ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં બિન જરૂરી વિલંબ કરવામાં આવે છે. જેના કારણે કેસોની સુનાવણી નિયત સમયમર્યાદામાં થઈ શકતી નથી.