ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ટ્રાફિક પોલીસની બેક સીટબેલ્ટ ઝૂંબેશ શરુ, લોકોને સમજાવાશે મહત્ત્વ

અમદાવાદ શહેરની અનેક જગ્યા પર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીમાં સવાર લોકોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેમને દંડ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. Back Seatbelt Campaign of Ahmedabad Traffic Police , Rear seat Seatbelt awareness Drive , Car Safety in Accident incidents

અમદાવાદ ટ્રાફિક પોલીસની બેક સીટબેલ્ટ ઝૂંબેશ શરુ, લોકોને સમજાવાશે મહત્ત્વ
અમદાવાદ ટ્રાફિક પોલીસની બેક સીટબેલ્ટ ઝૂંબેશ શરુ, લોકોને સમજાવાશે મહત્ત્વ

By

Published : Sep 8, 2022, 6:18 PM IST

અમદાવાદતાતા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટના સંદર્ભમાં બોધપાઠ લઇને હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે કારમાં પાછળની સીટ પર બેઠેલા પેસેન્જર માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનાવ્યો છે. જે સંદર્ભમાં આગામી ત્રણ દિવસ ટ્રાફિક પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ( Back Seatbelt Campaign of Ahmedabad Traffic Police ) ચલાવીને લોકોને સમજાવટની સાથે ટ્રાફિકના નિયમના ભંગની કાર્યવાહી પણ કરશે. પાછલી સીટ પર સીટબેલ્ટ માટે અવેરનેસ હવે જરુરી હોવાનું જણાવાયું છે.

પાછળની સીટ પર પણ સીટ બેલ્ટ પહેરવો પડશે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીએ પાછળની સીટ પર બેસતા સમયે સીટ બેલ્ટ ન પહેરતા પાલઘર પાસે માર્ગ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતુ. અકસ્માતની આ ઘટના બાદ કેન્દ્રીયપ્રધાન નિતીન ગડકરીએ પણ કહ્યું હતું કે પાછળની સીટ પર બેસતા પેસેન્જર માટે પણ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનશે. જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય ( Seatbelt drive for public awareness in Ahmedabad ) લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી ત્રણ દિવસ સમગ્ર શહેરમાં કારની પાછળની સીટ પર બેસતા પેસેન્જરોને ફરજિયાત સીટ બેલ્ટ પહેરવા અંગેની ડ્રાઇવ (Rear seat Seatbelt awareness Drive) યોજવામાં આવશે. આ સાથે નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી ( Back Seatbelt Campaign of Ahmedabad Traffic Police ) કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશઆ અંગે ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાઓમાં કાર સલામતી જોઇએ તો પાછળ બેસતા પેસેન્જર સીટ બેસ્ટ ન બાંધતા અનેકવાર મૃત્યુથી ( Car Safety in Accident incidents) લઇને ગંભીર ઇજાઓ સુધીની ઘટનાઓ બને છે. તેને નિયંત્રણમાં લેવા માટે આ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જેમાં દંડની વસૂલાતનો કોઇ ટાર્ગેટ નથી અપાયો પરંતુ લોકોમાં જાગૃતતા આવે પોલીસની ( Back Seatbelt Campaign of Ahmedabad Traffic Police ) પ્રાથમિકતા છે.

ABOUT THE AUTHOR

...view details