બી. જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં 1.04 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયાં - કોરોના ટેસ્ટ
સિવિલ હૉસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની હૉસ્પિટલ અનેક દર્દીઓ માટે જીવન સંજીવની પુરવાર થઈ છે. આ હોસ્પિટલમાં અનેક તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ 24x7 કાર્યરત રહે છે. પરંતુ સિવિલ હૉસ્પિટલ સંકુલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરી પણ સતત 24 કલાક કાર્યરત રહે છે. એટલું જ નહી પરંતુ દિવસરાત શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાંથી આવતાં દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરે છે. અત્યાર સુધી અહીં કુલ 1.04 લાખથી વધુ ટેસ્ટ કરાયાં છે.
બી. જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં 1.04 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયાં
અમદાવાદઃ માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડૉ. સુમિતા સોની કહે છે કે, આ લેબોરેટરી 8 ફેબ્રુઆરી 2020થી સતત કાર્યરત છે. એક પણ રજા લીધા વિના આ સ્ટાફ દિવસ રાત કામ કરતો રહ્યો છે અને એટલે જ અત્યાર સુધીમાં 1,04,000થી વધુ ટેસ્ટ કરી શકાયા છે. આ ઉપરાંત બી.જે.મેડિકલ કોલેજ રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ કિટ માટે પણ વેલિડેશન સેન્ટર તરીકે કાર્ય કરે છે. દેશમાં રેપિડ ટેસ્ટ વધતાં તેના વેલીડેશન માટે કામગીરી પણ વધી છે.