અમદાવાદ: કોરોના વાયરસની કોઈ દવા નથી તે સર્વવિદિત છે.ત્યારે લોકડાઉન ઉઠાવી લેવાતાં ચોક્કસ અનેક લોકો આ વાયરસનો ભોગ બનશે તે નક્કી છે. બીજી તરફ સરકાર પણ આટલા બધાં દર્દીઓની સારવાર કરવા સક્ષમ નથી.ત્યારે આપણે જાતે જ કોરોના વાયરસથી બચવું રહ્યું. સારવારની એલોપથી પદ્ધતિમાં કોરોના વાયરસની તો કોઈ ચોક્કસ દવા નથી,ત્યારે કોરોનાના લક્ષણોને આધારે દર્દીની સારવાર કરવામાં આવે છે. જે સરકારી દવાખાના સિવાય ખૂબ મોંઘી છે. પણ સ્વસ્થ્ય વિજ્ઞાન કહે છે કે, 'પ્રિવેંશન ઇસ બેટર ધેન ક્યોંર'.
કોરોનામાં આયુર્વેદિક ઉપચાર સાબિત થઈ રહ્યો છે અસરકારકઃ નિહાળો વૈદ્ય કિરીટ ઉપાધ્યાયની મુલાકાત ત્યારે કોરોનાના આ કપરાં સમયે આપણી મદદે ભારતની સૌથી જૂની સારવાર પદ્ધતિ એવી આયુર્વેદ આવી છે. આયુર્વેદમાં મોટાભાગની સારવાર દર્દીની તાસીર પ્રમાણે થાય છે. જેમાં વાત, પિત અને કફ નક્કી કરીને ઉપચાર કરાય છે. કોરોના વાયરસ પણ શ્વસનતંત્ર સાથે જોડાયેલ રોગ છે. જેથી આયુર્વેદિક દવાઓ આ રોગના અટકાવ અને ઉપચાર એમ બંને માટે ખૂબ સહાયક છે. ખાસ કરીને ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ.જયંતી રવિએ સંશમની વટી કોરોના વાયરસથી પીડિત દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે તેમ જણાવ્યું હતું. આ આયુર્વેદિક દવામાં ગીલોય અને જુદી જુદી ઉચ્ચ ધાતુઓની ભસ્મ વપરાય છે. જે ખાસ કરીને લાંબા સમયના તાવ, ફેફસાંના રોગ, કફ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લક્ષ્મીવિલાસ રસ,ત્રિશુન વટી, શ્વાસ કલ્પ જેવી આયુર્વેદિક દવાઓ પણ ઘણી લાભદાયી છે. જે આર્થિક રીતે પણ એલોપથી કરતાં ખૂબ સસ્તી છે. જો કે સંપૂર્ણ રાહત માટે 2 મહિના દવા લેવી જરૂરી છે, જેમાં વૈદ્યકીય સલાહ ફરજિયાત છે. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચારમાં કોરોનાને શરીરમાં પ્રવેશતો અટકાવવા ગરમ ઉકાળો લાભદાયી છે, તો સાથે જ હળદરવાળું ગરમ દૂધ કે પાણીમાં સહેજ મીઠા સાથે પણ લઈ શકાય. ઉપરાંત રસોડામાં વપરાતાં મસાલા જેમ કે સૂંઠ,આદુ, અજમો, ધાણા, મરી, તુલસી અને તેનો ઉકાળો વગેરેનો ઉપયોગ વ્યક્તિની સ્વાસ્થ્યની તાસીર પ્રમાણે કરી શકાય.