ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ આયુર્વેદિક દવા શોધાયાનો દાવો - aayudh

કોવિડ-19ની બીજી લહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે, ત્યારે આ મહામારીનો ભોગ બનતાં દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવાની દિશામાં 'આયુધ' આશા જન્મી છે. આ આયુર્વેદિક દવાનું અમદાવાદની સોલા સિવિલ અને SVP હોસ્પિટલમાં ટ્રાયલ બાદ કોરોના પ્રબંધનમાં સફળતા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

ક્વોન્ટમ વિજ્ઞાનના આધારે તૈયાર કરાઈ દવા
ક્વોન્ટમ વિજ્ઞાનના આધારે તૈયાર કરાઈ દવા

By

Published : Apr 16, 2021, 11:00 PM IST

  • અમદાવાદની સોલા સિવિલ અને SVP હોસ્પિટલમાં દવાના ટ્રાયલનો દાવો
  • ક્વોન્ટમ વિજ્ઞાનના આધારે તૈયાર કરાઈ દવા
  • આડઅસર રહિત દવા
  • 50 હજાર કરતા વધુ દર્દીઓ પર ટ્રાયલ કરાયું

અમદાવાદ: કોરોનાના કેસો વધી રહ્યા છે. જેથી કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક દવાઓ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આયુર્વેદ આધારિત પ્રવાહી ફોર્મ્યુલેશન ‘આયુધ એડવાન્સ’, અમદાવાદની બે સરકારી હોસ્પિટલમાં હાથ ધરાયેલા બે સઘન હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સમાં અસરકારક અને સલામત હોવાનું પુરવાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયુધ એડવાન્સની મદદથી અપાયેલી ચાર દિવસની સારવાર બાદ દર્દીઓમાં વાઈરસની સંખ્યા એટલે કે વાઈરલ લોડમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા ઉપરાંત તેમને કોઈ આડઅસર પણ ન થવાનો દાવો કરાયો છે. આયુધ એડવાન્સ દ્વારા જે દર્દીઓની સારવાર કરાઈ હતી તે તમામ દર્દીઓ પુનઃ સ્વસ્થ એટલે કે કોવિડ નેગેટીવ થયા હતાં અને શરીરના તાપમાન, કફ અને શ્વાચ્છોશ્વાસની તકલીફ જેવી સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

આડઅસર રહિત દવા

આ પણ વાંચો:પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ

વૈશ્વિક સ્તરે દવાની પ્રશંસા

વિશ્વની અગ્રણી સાયન્સ અને હેલ્થ ઈન્ફર્મેશન પબ્લિશર એલ્સવિયર દ્વારા પ્રકાશિત જર્નલ કન્ટેમ્પરરી ક્લિનિકલ ટ્રાયલ્સ કમ્યુનિકેશન્સ દ્વારા તાજેતરમાં દાવો કરાયો હતો કે, કોવિડ-19ના દર્દીઓના હળવાં લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે આયુધ એડવાન્સની પુરક સારવાર(નિયમિત સારવારની સાથે) સલામત અને અસરકારક છે. આ સંશોધન નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ગવર્નમેન્ટ ઓફ યુએસએની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાયું છે.

વનસ્પતિ અર્કથી સમૃદ્ધ દવા કો-મોરબીડ દર્દીઓ માટે પણ લાભકારક

ગુજરાતની એક ખાનગી કંપની દ્વારા બનાવાતી આયુધ એડવાન્સમાં જુદા-જુદા 21 પ્રકારના છોડ આધારિત અર્કનું પ્રવાહી મિશ્રણ કર્યું છે. આયુર્વેદિક સંહિતાઓમાં આ તત્વો માનવીય વપરાશ માટે અસરકારક અને સલામત મનાયા છે. આ વિશેષ ઔષધિય તત્વો ક્વોન્ટમ ટેક્નોલોજી અને કોલાઈડલ સાયન્સિસની પ્રક્રિયાની મદદથી તૈયાર કરાયા છે અને તેનું એન્ગસ્ટ્રોમ-સાઈઝ્ડ (નેનોમીટરના દસમાં ભાગનું)ના પરમાણુ જેટલું વિખંડન કરાય છે. જે તેમને વધુ અસરકારક બનાવે છે. આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાયસન્સ અપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોરોનાની પ્રોટોકોલ સારવાર સાથે આ દવાથી એક સપ્તાહમાં કોરોના મુક્તિનો દાવો

હાલમાં આયુધ અંતર્ગત 2 પ્રોડક્ટ્સ આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈનનો સમાવેશ થાય છે. આગળ જણાવ્યા મુજબ કોરાનાગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષાંગિક સારવાર છે. જો કે, આ દર્દીઓના પરિવારજનોએ આ વાઈરસનું સંક્રમણ તેમને ન લાગે તે માટે વિશેષ કાળજી લેવી જોઈએ. જેમાં આયુધ મેઈન્ટેઈનની ભૂમિકા અત્યંત મહત્વની છે.

આ પણ વાંચો:કોરોના કહેરથી બચવા લોકો ઔષધિય છોડ પર કળશ ઢોળી રહ્યા છે

આ દવા સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગી

આયુધ મેઈન્ટેઈનએ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે. જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી તેનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેઈન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની તેની ક્ષમતા વધારે છે. દાવો કરાયો છે કે, અત્યાર સુધીમાં આયુધ મેઈન્ટેઈનની મદદથી 2,20,000 ક્વોરેન્ટાઈન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે. આમ, જ્યારે આપણાં શરીરમાં રોગાણુ પ્રવેશી તેને સંક્રમિત કરવાનો પ્રયાસ કરે ત્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ જાગૃત અવસ્થામાં હોવાથી તે આવા રોગાણુ આપણાં શરીરમાં ફેલાઈ તેને બીમાર બનાવે તે પહેલાં જ તેનો નાશ કરે છે.

આ દવા દ્વારા કોવિડ પ્રબંધનમાં અસરકારકાતા સંશોધન કર્યાનો દાવો કર્યો છે. દર્દી હોસ્પિટલમાં ઓછો સમય રહે તેવો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ સંબંધિત હોસ્પિટલ તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details