અમદાવાદઃ કોરોનાની મહામારી હાલ સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે પાટડી ગામમાં સેવાભાવી લોકો છેલ્લા બે માસથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે. ઝાલા ભાઇ અને ચકા સોની દ્વારા છેલ્લા બે મહિનાથી આયુર્વેદિક ઉકાળો બનાવી પાટડીની બજારમાં બધી દુકાનોમાં તેમજ બજારમાંથી નીકળતા લોકોને આ આયુર્વેદિક ઉકાળો પીવડાવી રહ્યા છે.
અમદાવાદઃ પાટડીમાં સેવાભાવી લોકો દ્વારા કરાયું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ - Corona virus
અમદાવદ જિલ્લાના પાટડીમાં સેવાભાવી લોકો દ્વારા છેલ્લા બે માસથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો કોરોના વાઈરસથી બચી શકે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પાટડી ગામમાં રહેતા ઝાલાભાઇ અને ચકા સોની દ્વારા લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના પાટડીમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ દરમિયાન સેવા કરતા લોકોનો ઉત્સાહ વધારવા માટે કેટલાક વેપારીઓ ગોળ, લીંબુ, ફુદીનો જેવી વસ્તુઓ ઉકાળો બનાવવા માટે આપી રહ્યા છે. અંદાજીત 500 જેટલા વ્યક્તિઓને ઉકાળો બનાવી પીવડાવવામાં આવે છે. 60 વર્ષથી ઉપરના લોકો તો સ્પેશિયલ ઉકાળો પીવા અચૂક આવે છે. આ સેવાની પ્રવૃત્તિને ગ્રામજનોએ બિરદાવી હતી.