ગુજરાત

gujarat

ETV Bharat / city

Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ - ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

જામનગરમાં વડાપ્રધાન મોદી અને વિશ્વ આરોગ્યસંસ્થાના વડા દ્વારા ગ્લોબલ મેડિસિન સેન્ટર ખાતમુહૂર્ત સમારોહ યોજાયો ત્યારે જોરશોરથી ભારતીય આયુર્વેદિક સારવાર પદ્ધતિના (Indian Ayurvedic treatment method ) ગુણ દુનિયામાં ગવાયાં હતાં. આ ક્ષેત્રમાં રીસર્ય માટે કંપનીઓ રસ (Research of Ayurvedic medicines by companies) દાખવી રહી છે ત્યારે (Ayurved Medicine Export Industry) જૂઓ અમારો આ વિશેષ અહેવાલ.

Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ
Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ

By

Published : May 4, 2022, 9:10 PM IST

અમદાવાદ- ભારતમાં સારવાર પદ્ધતિઓમાં એલોપથી, આયુર્વેદ અને યુનાની ઉપયોગમાં છે. પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં એલોપથીને ટક્કર આપી શકે તેવી કોઈ પદ્ધતિ હજી સુધી વિકસી નથી. એલોપથીમાં રિસર્ચ પાછળ અબજો રૂપિયાનો (Ayurved Medicine Export Industry) ખર્ચ થાય છે. પરંતુ આમ છતાં એક વાત સત્ય છે કે એલોપથીના સાઇડ ઇફેક્ટ પણ રહેલા છે. વિશ્વએ હવે ભારતની આયુર્વેદિક પદ્ધતિને સ્વીકારવાનું શરૂ કર્યું છે. તેના રિસર્ચ પાછળ પણ હવે કંપનીઓ (Research of Ayurvedic medicines by companies)રસ દાખવી રહી છે.

હવે આયુર્વેદિક દવાઓની વ્યવસાયિક ધોરણે ખેતી પણ થવા લાગી છે

કોરોનાકાળમાં આયુર્વેદનું મહત્વ સમજાયું - કોરોનાને આપણાથી દૂર રાખી શકે એવી કોઈ દવા વિકસી નહોતી. તેની સારવાર માટે પણ કોઈ ચોક્કસ દવા નહોતી. ત્યારે પ્રિવેન્શન માટે મોટાભાગે લોકો આયુર્વેદિક દવા (Indian Ayurvedic treatment method )ઉપર નિર્ભર રહ્યા હતા.જેમાં આયુર્વેદિક દવાઓ, ઘરગથ્થુ મસાલા ઉપરાંત નાસ લેવો, આયુર્વેદિક ઇમ્યુનિટી બૂસ્ટર વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા મેળવવા માટે પણ આયુર્વેદિક વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે. વર્તમાનમાં હવે કોસ્મેટિક મૂકીને આયુર્વેદિકનું ચલણ (Ayurved Medicine Export Industry) વધ્યું છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક ફાર્મા એક્સપોમાં તેમને અપાયેલ કોસ્મેટિક ભેટનો અસ્વીકાર કર્યો હતો.

સરકારના પ્રયાસ- વર્તમાન કેન્દ્ર સરકારે દેશમાં આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે. જે આયુર્વેદિક અને નૈસર્ગિક વસ્તુઓને પ્રધાન્ય આપી રહી છે. આયુર્વેદિક સારવાર પદ્ધતિને જુસ્સો આપવા ગાંધીનગર ખાતે ગ્લોબલ સમિટ પણ યોજવામાં આવી હતી. જેમાં અબજો કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ (Research of Ayurvedic medicines by companies)થયા છે. બીજી તરફ હાંસિયામાં ધકેલાઈ ગયેલા આયુર્વેદિક વૈધનું પણ સન્માન થતાં તેઓ પણ પોતાને વૈધ કહેતા શરમાતા નથી.

વિશ્વનું ધ્યાન આયુર્વેદ તરફ -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આયુર્વેદના મોટા કેન્દ્ર ગણાતા એવા જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંગઠનના 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન' નું (Global Center for Traditional Medicine) ઉદ્ઘાટન કર્યું હતું. આયુષ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ આયુર્વેદિક સારવારથી કોરોનામાં ફાયદો થયો હોય તો સરકાર પુરાવા રજૂ કરે: IMA

વિકસિત દેશોમાં આયુર્વેદિક પ્રોડક્ટની માંગ-આયુર્વેદિક દવાઓના ઉપદાનકર્તા જયંતી વઘાસિયાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, વર્તમાનમાં 20 જેટલા દેશોમાં આયુર્વેદિક દવાઓ નિકાસ (Indian Ayurvedic treatment method )થઇ રહી છે. જેમાં યુરોપ અને અમેરિકાના જેવા વિકસિત દેશોનો (Research of Ayurvedic medicines by companies)સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષ કરતા આયુર્વેદિક દવાઓના નિકાસમાં 10 ગણો વધારો થયો છે. ગુજરાત હવે ટ્રેડિશનલ મેડિસિન હબની સ્થાપના થવાથી એલોપથીની જેમ આયુર્વેદની પણ ઓથેન્ટીસિટી (Ayurved Medicine Export Industry) વધશે.

પ્રિવેન્ટિવ કેરમાં આયુર્વેદ ઉપયોગી - આયુર્વેદની દવાઓ એક્સપેરિમેન્ટ બેઝ નહીં, એવિડન્સ હોય છે. ખાસ કરીને પ્રિવેન્ટિવ કેરમાં આયુર્વેદ ખૂબ જ મહત્વનું છે. એસિડિટી, ડિસેબિલિટી, પાઈલ્સ, કોલેસ્ટ્રોલ કફ વગેરેમાં આયુર્વેદ અને યોગ જેવી ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ (Indian Ayurvedic treatment method )વિશ્વને આકર્ષી રહી છે. ગંભીર રોગમાં એલોપથીથી થાકેલા દર્દીઓને આયુર્વેદથી રાહત મળે છે. ગ્લોબલ માર્કેટમાં ભારતના ઇમ્યુનિટી બૂસ્ટરની ડિમાન્ડ (Ayurved Medicine Export Industry) વધુ છે.

આ પણ વાંચોઃ World Ayurveda Festival: આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી

ગુજરાતના દક્ષિણના જંગલો આયુર્વેદિક દવાઓના રો-મટીરીયલ - ભારતમાં આયુર્વેદિક દવાઓના રો-મટીરીયલ (Raw materials for Ayurvedic medicines )મેળવવા માટે ઉત્તરાખંડ, હિમાચલ ખાસ પ્રખ્યાત છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ડાંગ અને નવસારી ઉપર આધાર રાખવો પડે છે. આ ઔષધિઓ પર પ્રોસેસ કરીને તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડાય છે. હવે આયુર્વેદિક દવાઓની વ્યવસાયિક ધોરણે ખેતી પણ થવા લાગી છે. જેમાં સર્પગંધા, અશ્વગંધા, આંબળા, બહેડા, હરડે જેવી અનેક ઔષધીઓનો (Research of Ayurvedic medicines by companies)સમાવેશ થાય છે. કંપનીઓ દ્વારા તેના આકર્ષક પેકીંગ પર (Ayurved Medicine Export Industry) પણ ધ્યાન અપાઈ રહ્યું છે.

આયુર્વેદ પાછળ સરકાર ખર્ચ કરી રહી છે - 2014માં 691 કરોડથી આયુષ પાછળ ફાળવવામાં આવ્યા હતાં. છેલ્લા બજેટમાં 3050 કરોડની ફાળવણી કરાઈ છે. આયુષ સેક્ટરમાં 2014માં USD 3 બિલિયનથી વધીને આજે USD 18 બિલિયનથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ (Ayurved Medicine Export Industry) જોવા મળી છે. 2020 માં આયુષ અંતર્ગત વસ્તુઓની નિકાસ 20-25 હજાર કરોડની આસપાસ છે.

ABOUT THE AUTHOR

...view details