ત્યારે અયોધ્યા રામ મંદિર માટે દરેક ભક્તોને પોત-પોતાની રીતે કઈક ને કઈક યોગદાન આપવાની ભાવના અવશ્ય રહેલી હોય છે. ત્યારે જાલોર જિલ્લાના મૂળનિવાસી અને અમદાવાદ રહેવાસી કે જેઓ સાઇકલ ઉપર ત્રણ વખત બાબા અમરનાથ, એકવાર ચારધામની યાત્રા, નવ જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. તેવા નેમાજી પ્રજાપતિ નામના એક આધેડ યુવાનની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે અલખ લગાવીને સાયકલ પર ઉઘાડા શરીરે નીકળ્યા છે.
અયોધ્યામાં રામ મંદિર માટે નેમાજી પ્રજાપતિની અનોખી યાત્રા - AHD
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આઝાદી પછી જે રીતે બાબરી મસ્જિદ બનાવવી કે રામ મંદિર, તેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ પણ પોતાના ચુકાદો આપવાનો સમયગાળો લંબાવ્યા રાખે છે.
નેમાજીએ અયોધ્યા મંદિરના નિર્માણની પ્રતિજ્ઞા લેતા આખા શરીર ઉપર સુવાક્ય લખાવી અને શંખ વગાડતા સાઈકલ ચલાવતા જાય છે. નેમાજી પ્રજાપતિ વિશિષ્ટ પ્રકારના પહેરવેશમાં હાથમાં ધજા અને શંખ લઈને શંખનાદ કરતા ખુલ્લા શરીર પર ઓઇલ પેઇન્ટથી અયોધ્યા રામ મંદિર માટે દરરોજ સવારે સ્લોગન લખાવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે નેમાજી અયોધ્યા મંદિર માટે યોગીજી અને મોદી પાસે ખુબ જ અપેક્ષા રાખી અને દૃઢ વિશ્વાસ રાખીને બેઠા છે કે, રામ મંદિર અયોધ્યામાં જ બનશે.