● હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી
● લક્ષ્મી અને કાલીનો પ્રાદુર્ભાવ દિવાળીએ
● દિવાળીએ ચોપડા પૂજનનું મહત્વ
● બલિ રાજાના પૂજનનું મહત્વ
અમદાવાદઃ દિવાળીના ( Diwali ) દિવસે બલિરાજાના પૂજનનું મહત્વ છે. કારણ કે, તેરસ ચૌદશ અને અમાસના દિવસે ભગવાન વિષ્ણુએ આપેલા આશીર્વાદ મુજબ બલિરાજા ત્રણે લોકના સ્વામી બને છે.
દિવાળીમાં આ કાર્યોનું મહત્વ
દિવાળીમાં ( Diwali ) ઘરના આંગણે રંગોળી પુરવામાં આવે છે. જેમાં મનના રંગો બહાર લાવવામાં આવે છે. દિવાળીનું ગીત જૂની વાતો ભૂલી જઈને જીવનમાંથી અંધકાર દૂર કરીને નવા જીવનની શરૂઆત તરફ દોરી જાય છે. ચોપડા પૂજન તે જ્ઞાનનો મહિમા દર્શાવે છે. ચોપડા પૂજનની સાથે ગણપતિ, સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ગણેશજીનુ પૂજન હિસાબોનું વિઘ્ન દૂર કરનાર છે. સરસ્વતી પૂજન કામકાજની વિદ્યા આપે છે અને લક્ષ્મીજી એશ્વર્ય બક્ષે છે.
દિવાળીની વિશેષતાઓ વિશે જણાવી રહ્યાં છે જ્યોતિષશાસ્ત્રી ડૉ. હેમિલ લાઠીયા શ્રી સવાનું મહત્વ
હિન્દુ ધર્મમાં સવા રૂપિયાનું મહત્વ છે. ખરેખરમાં તો શ્રી સવામાં, શ્રી એ લક્ષ્મીજીને ચિહ્નિત કરે છે. આમ નવા વર્ષમાં ધંધો સવા ગણો વધે તે માટે સવા રૂપિયો આપીને શુભકામના પાઠવવામાં છે.
સ્વાતિ નક્ષત્ર અને દિવાળીના મુહૂર્તો
દિવાળીમાં ( Diwali ) સવારે 6.50 કલાકથી 8.10 કલાક, સવારે 11 કલાકથી બપોરે 3.10 કલાક, સાંજે 4.40 કલાકથી રાત્રે 09.05 કલાક, મધ્યરાત્રી 12.30 કલાકથી 02 કલાક અને 3.40 કલાકથી 6.30 કલાકના મુહૂર્તો છે. જેમાં સ્વાતિ નક્ષત્રનું મહત્વ છે.
નૂતન વર્ષ અને ભાઈબીજ
સવારે 6.50 કલાકથી 10.50 કલાક અને બપોરે 12.25 કલાકથી 1.45 કલાક. જ્યારે ભાઈબીજ માટે સવારે 8.15 કલાકથી 9.35 કલાક અને બપોરે 12.30 કલાકથી 4.40 કલાક સુધીના મુહૂર્ત છે.
આ પણ વાંચોઃ કાળીચૌદશનાં દિવસે કાળભૈરવ દાદાની ઉપાસનાં વિશે જાણો...
આ પણ વાંચોઃ Diwali 2021 : શુભ શુકનના સંકેતોને ઓળખો, સપના થશે સાકાર